વલસાડ હાઇવે ઉપર ‘પોલીસ’ બની ‘અસલી પોલીસ’ સામે પાંચ પીધ્ધડોએ ‘પંગો’ લઈ લીધો અને થયા જેલભેગા ;રિવોલ્વર અને કારતૂસ મળ્યા

0
24

વલસાડમાં ડુપ્લીકેટ પોલીસને અસલી પોલીસનો ભેટો થઈ જતા તેઓની હેકડી ઉતરી ગઈ હતી.
વિગતો મુજબ વલસાડના પારનેરા પારડી વિસ્તારમાં હાઇવે ઉપર આવેલા પુરોહિત ધાબા ઉપર રૂરલ પોલીસ મથકના PI ગોસ્વામી સહિતના પોલીસ જવાનો ચા પીવા ગયા તે વખતે પુરોહિત ધાબા ઉપર 4 ઈસમો દારૂના નશામાં ધાબા બહાર નીકળી રહ્યા હતા તેઓ તમામ દારૂ પીધેલા હોવાથી વલસાડ રૂરલ પોલીસના PI ગોસ્વામી અને તેમની ટીમે તેમને અટકાવી પૂછતાછ કરતા આ પીધેલાઓ પૈકી એક ઇસમે પોતાની ઓળખ સુરત સીટી પોલીસ મથકના PI તરીકે આપી હતી.

જેથી રૂરલ પોલીસ મથકના PI ગોસ્વામીએ પોલીસનો ID કાર્ડ બતાવવા જણાવતા હતું. દારૂના નશામાં ટલ્લી થઈ ગયેલા તે ઇસમે તું કોણ મારો ID કાર્ડ જોવા વાળો જણાવી વિરોધ કરતા PI ગોસ્વામીએ પોતાનું ID કાર્ડ બતાવી PI વલસાડ રૂરલ પોલીસની ઓળખ આપતા તે ઇસમે પીઆઇ ગોસ્વામીને તેમનું કાર્ડ ડુપ્લીકેટ હોવાનું જણાવી તેમની પોલીસના બોર્ડ વાળી કાર ન. GJ-08-BN-9399 તરફ આગળ વધતા વલસાડ રૂરલ પોલીસે તમામ ઇસમોને અટકાવ્યા હતા અને પૂછપરછ શરૂ કરતા તપાસમાં તેઓના નામ સુરતના 34 વર્ષીય ઉચિત દિપક કડક, 39 વર્ષીય, હરદીપ દિપકભાઈ ગઢવી, 33 વર્ષીય ચંડીદાન ઉર્ફે ચંદ્રેશ કાનજીભાઈ ગઢવી, 32 વર્ષીય, કુલદીપ દેવીસિંગ ગઢવી, જિમ્મીત રહેમતુલ્લા રિમાણી હોવાનું સામે આવતા તેઓની અટકાયત કરી ચેકીંગ હાથ ધરતા હરદીપ ગઢવી પાસેથી વન વિભાગનું ID કાર્ડ મળ્યું હતું.
તેમજ એક લાયસન્સવાળી રિવોલ્વર અને જીવતા કારતુસ 105, ખાલી કારતુસ 21 મળી આવ્યા હતા ઉપરાંત રોકડા રૂપિયા 9,660, અમેરિકાના ચલણની 16 નોટ, 1 નોટ નેપાળની શ્રીલંકા દેશની 2 નોટ, કાર અને મોબાઈલ મળી આવતા પોલીસે કુલ 10.06 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.