વસઈમાં ઇલેક્ટ્રિક સ્કૂટરની બેટરીમાં વિસ્ફોટ થતાં સાત વર્ષના માસૂમનું કરૂણ મોત

0
56

ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. દરરોજ ક્યાંકને ક્યાંકથી ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાના અહેવાલો આવે છે.

ત્યારે ફરી એક વધુ ઇલેક્ટ્રિક સ્કૂટર સળગી ગયું છે, જેમાં એક બાળકનું કરુણ મોત થયું છે.
મહારાષ્ટ્રના પાલઘરના વસઈમાં ઇલેક્ટ્રિક સ્કૂટરની બેટરી ચાર્જ કરતી વખતે અચાનક વિસ્ફોટ થયો હતો, જેમાં સાત વર્ષનો માસૂમ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ પછી બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ સારવાર દરમિયાન માસૂમનું મોત થઈ ગયુ હતી બાળકની ઓળખ શબ્બીર શાહનવાઝ તરીકે થઈ છે,આ ઘટનામાં શબીર ની દાદી ને પણ ઇજા થઈ હતી, આ બનાવને લઇ અરેરાટી ફેલાઇ ગઇ હતી.

વિસ્ફોટથી બારીના કાચ તૂટી ગયા હતા અને ઘરને ભારે નુકસાન થયું હતું. ઘરગથ્થુ ઉપકરણો અને તેના જેવી ઘણી વસ્તુઓ પણ નાશ પામી હતી. ફાયર ફાયટરોએ ઘટનાસ્થળે પહોંચી નુકસાનીનો તાગ મેળવ્યો હતો. આ મામલામાં માણિકપુર પોલીસે તપાસ શરૂ કરી છે.