વસો તાલુકામાં તમાકુ વિરોધી જનજાગૃતી માટે રેડ, નિયમોનું ઉલ્લંઘન કરનાર 13 વ્યકિતો દંડાયા વસો તાલુકાના અલિન્દ્રા ગામમાં તાલુકા એન્ફોર્સમેન્ટ સ્કવોડ દ્વારા તમાકુ વિરોધી જનજાગૃતી માટેની રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમીયાન કુલ 13 વ્યકિતઓ નિયમોનું ઉલ્લંઘન કરતી માલૂમ પડ્યા હતા. જેથી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. બોર્ડ મૂકેલા ન હોય તેવા લારી ગલ્લાવાળાને દંડ તાલુકા એન્ફોર્સમેન્ટ સ્કવોડ દ્વારા COTPA-2003 અંતર્ગત અલીન્દ્રામાં તમાકુ નિયંત્રણ સેલ, વસો દ્વારા તમાકુ નિયંત્રણની કામગીરી, કાયદાની અમલવારી અને સામાજીક જનજાગૃતી માટે રેડનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન મુજબ આરોગ્યશાખા, રેવન્યુ વિભાગ, પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ,પંચાયત વિભાગના સંયુકત ઉ૫ક્રમે રેડ પાડવામાં આવી હતી. જેમાં લારી ગલ્લા ઉ૫ર સૂચક બોર્ડ મૂકેલા ન હોય તેવા લારી ગલ્લાવાળાને દંડ કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં પણ રેડ કરવામાં આવશે COTPA-2003 અંતગર્ત વિવિધ કલમ હેઠળ 13 કેસ કરાયા હતા. આમ સમ્રગ રેડ દરમીયાન રુપીયા 1300નો દંડ સ્થળ ઉપર વસૂલ કરવામાં આવ્યો હતો. આ રેડની કામગીરી અલીન્દ્રાના બજાર, પંચાયત સામેનો વિસ્તાર, બળીયાદેવ ચોકડી વિસ્તાર, બસ સ્ટેશન આજુબાજુનો વિસ્તારમાં કરવામાં આવી હતી. આમ આગામી દિવસોમાં પણ કલેકટરના આદેશ મુજબ જનજાગૃતી માટે રેડ કરવામાં આવશે.
Latest News
- Advertisement -