વાપી વિસ્તારમાં ઠેરઠેર ગેરકાયદે રીતે આદિવાસીઓની જગ્યા ઉપર ગોડાઉન ઉભા થઇ ગયા છે આવા ગેરકાયદે ગોડાઉન સામે કોણ કાર્યવાહી કરશે તે સવાલ જનતામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
વાપીમાં આદિવાસીઓની 99 વર્ષના પટાવાળી જગ્યાઓ ભાડે પર લઇ ગોડાઉન સંચાલકો ગેરકાયદે રીતે ધંધો કરતા હોવાનું કહેવાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ખેતીની કે આદિવાસીની જગ્યામાં કોઇ પણ વેપાર-ઉદ્યોગ કરી શકાય નહી અને માત્ર એનએ પ્લોટમાં જ ધંધો કરી શકાય છે પણ અહીં ઠેરઠેર શરત ભંગ થતો હોવાનું જણાય છે.
ત્યારે આવા કિસ્સામાં ગેરકાયદે ગોડાઉન સંચાલકો અને જમીન ભાડે આપી દેતા જમીન માલિકો સામે પણ શરત ભંગની કાર્યવાહી થઈ શકે છે.
પાલિકા કે ગ્રામ પંચાયત, જીપીસીબી, ફાયર વિભાગ તથા અન્ય સરકારી વિભાગની મંજૂરી વિના ભંગારના ગોડાઉનો પ્રદૂષણ ફેલાવી રહયા છે અને અવારનવાર આગ લાગવાના બનાવો પણ બનતા હોય આવા ગોડાઉન તપાસનો વિષય બન્યા છે.