વલસાડના વાપી હાઇવે નજીક આવેલા CNG પમ્પ ઉપર ઇકો કારમાં બ્લાસ્ટ થતાં ભારે અફરા તફરી મચી હતી.
CNG પમ્પ ઉપર કારમાં ગેસ પુરાવવાનું શરૂ થતાં જ ધડાકા સાથે ગેસની ટાંકી ઉડીને ડ્રાયવર સીટ ઉપર આવીને પડી હતી અને કારના કાચ તૂટી ગયા હતા અને કારમાં નુકશાન થયું હતુ જોકે,કાર ચાલક નીચે ઉતરી ગયો હોવાથી બચાવ થયો હતો પરંતુ પંપ ઉપર ડીઝલ ભરાવવા આવેલો ટેમ્પો ચાલક રોશન નામના વ્યક્તિને હાથ અને મોઢા પર કાચ વાગતા ઇજા થઇ હતી.
વિગતો મુજબ વાપી ચાર રસ્તા પાસે ઇકો કારના માલિક સંતોષ જાદવ તેમની ઇકો કાર નંબર GJ 15 CA 9437 લઇને CNG ટેન્ક ફિટિંગ કરવાનું કામ પૂર્ણ કરાવીને ગેસ પુરાવવા CNG પમ્પ ઉપર કાર લઈને આવ્યા હતા. CNG ભરાવતી વખતે CNGની નોઝલ વડે ગેસ પુરવાનું ચાલુ કરતા જ ધડાકા સાથે CNG ટેન્ક ઉછળીને કારની ડ્રાયવર સીટ તરફ આવી ગઈ હતી. જોકે CNG ભરતી વખતે કાર માલિક કારમાંથી નીચે ઉતરી જતાં તેનો આબાદ બચાવ થયો હતો પરંતુ ઈકો કારને ઘણું નુકશાન થયું હતું.
આ કાર જ્ઞાન પ્રકાશ યાદવના નામની વ્યક્તિની છે અને સંતોષ જાદવે આજથી બે દિવસ પહેલા જ આ કાર ખરીદી હતી અને આજે પટેલ મોટર્સમાંથી CNG ટાંકીનું કામ કરાવ્યા બાદ CNG પંપ ઉપર સીએનજી ટાંકી ભરવા માટે આવ્યો હતો ત્યાં બ્લાસ્ટ થયો હતો.
CNG ભરતી વખતે ટાંકી, જેના કારણે ડીઝલ ભરવા આવેલા વીબી ઈલેક્ટ્રોનિક્સના ટેમ્પો ચાલક રોશનને હાથ અને મોઢા પર કાચ વાગતા ઇજા થઇ હતી.
આ ઘટનામાં ગેસ કીટ ફિટિંગમાં કોઈ ખામી રહી જતા દુર્ઘટના બની હોવાનું અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે.