વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા વાપી ખાતે વાઇબ્રાન્ટ વીઆઈએ એક્ષ્પોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વાપી ખાતે શરૂ થનારા આ એક્ષ્પોના ઉદ્ઘાટન માટે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી સાથે ઉપ મુખ્યમંત્રી નિતિન પટેલ અને વલસાડ જીલ્લા પ્રભારી મંત્રી ગણપત વસાવા આવનારા છે ત્યારે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસો. દ્વારા આ એક્ષ્પોના ઉદ્ધાટન માટેની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે.
વાપી ઇન્ડ્સ્ટ્રીઝ એસો. દ્વારા દર બે વર્ષે વાપી ખાત
એક ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્પોનું આયોજન કરવામાં આવે છે. છેલ્લે 2014માં આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે પણ વાપીમાં વાઇબ્રાન્ટ વીઆઈએ એક્ષ્પોના નામે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કાર્યક્રમના ઉદ્ઘાટનમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ઉપ મુખ્યમંત્રી નિતિન પટેલ અને વલસાડ જીલ્લા પ્રભારી મંત્રી ગણપત વસાવા આવનારા છે, ત્યારે આ કાર્યક્રમ માટેની તૈયારી સમગ્ર પણે પૂર્ણ કરી દેવામાં આવી છે. આ કાર્યક્રમ સંદર્ભે વીઆઈએ દ્વારા હાલમાં વાપીને ક્રિટીકલની યાદીમાંથી બહાર કાઢવામાં આવ્યું છે તે અંગે સીએમનું સન્માન પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીની સિક્યુરીટી માટે પોલીસ તંત્ર પણ સાબદું બન્યું છે ત્યારે આ કાર્યક્રમાં સીક્યુરીટીમાં ત્રણ ડીવાયએસપી, 10 પીઆઈ, 28 પીએસઆઈ સહિત 500 જેટલા પોલીસ કોન્સ્ટેબલ સાથે હોમગાર્ડના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યાં છે.