વલસાડ નજીક આવેલા વાપીમાં ગાયત્રી માર્કેટિંગ કંપની એ હપ્તા સીસ્ટમ થી લોકોને ટી.વી. સહીત આર્ષક ઇનામ આપવાની જાહેરાત કરી હતી. જેમાં વાપી સહીત વલસાડ ના કેટલાક લોકોને લોભામણી ઇનામ ની જાહેરાત કરી તેમની પાસેથી લાખો રૂપિયા ઉધરાવી લીધા હતા.
અને એકાએક કંપની ના સંચાલકો એ ઓફીસ ને તાળુ મારી ફરાર થઇ જતા આ લોભામણી લાલચ નો શિકાર બનેલા લોકો એ ગાર્યા માર્કેટટ્ઠગ કંપની ના સંચાલકો વિરૂધ્ધ વલસાડ રૂરલ પોલીસ મથકે ફરીયાદ અરજી કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ, વલસાડ ના વાપી તાલુકામાં છીરી સ્તિથ ક્રિષ્ના પાર્ક, સીધ્ધાર્થ કોમ્પલેક્ષ માં ગાર્યા માર્કેટટ્ઠગ નામ ની એજન્સીએ એક સ્કીમ કાઢી હતી. જેમા એક વ્યકિતએ ૧૫ હપ્તા ભરવા ના અને પ્રથમ હપ્તો રૂપિયા ૩૫૦ નો અને ૧૫ મો હપ્તો રૂપિયા ૬૦૦ નો ભરવા નું નકકી થયું હતું. અને આ દરમ્યાન ગાર્યા માર્કેટટ્ઠગ કંપની દ્રારા લકકી ડ્રો કાઠવામાં આવતા હતા. જેમાં જે વ્યકિત નું નામ લકકી ડ્રો માં નહી નીકળે અને જેના ૧૫ હપ્તા ભરીને પુરા થયા હોય તે વ્યકિત ને એલ.સી.ડી ટી.વી ગીફટ માં આપવામાં આવતુ હતું. આવી લોભામણી લાલચમાં વલસાડ ના પારનેરા ગામના રેહવાસી જીતુભાઇ પટેલ આવી ગયા હતા. અને એક ટીકીટ આ કંપની માથી ખરીદી લાવ્યા હતા. ત્યારબાદ જીતુભાઇ ની સાથે કામ કરતા સુનીલ૧⁄૪ાઇ પટેલ રહે.મેહ ગામ ના ઓ ને આ અંગે જાણ કરી હતી. અને સુનીલ૧⁄૪ાઇ એ આ લકકી ડ્રો ની ટીકીટ ખરીદી હતી. સુનીલભાઇ એ આ અંગે તેમના પડોશીઓ અને સગા સબંધીઓ ને આ સ્કીમ માટે તૈયાર કર્યા હતા. જેમા ગાર્યા માર્કેટટ્ઠગ કંપની એ ગ્રાહકો તૈયાર કરવા વાળા ્ને કમીશન પેટે રૂપિયા ૨૦૦ આપવાનું નકકી થયુ હતું. અને જાત જાતામાં વલસાડ માં ૨૨૮ જેટલા ગ્રાહકો આ લોભામણી લાલચ માં આવી ગયા હતા. અને કંપની સંચાલકો દર મહીને ૧૩ તારીકખે આવી દરેક પાસેથી હપ્તા ના પૈસા ઉધરાવતા હતા. એમ કરી ને ર્માા વલસાડ માથી રૂપિયા ૧૯,૩૮૦૦૦ ઉધરાવી ઓફીસ ને તાળુ મારી ગાયત્રી માર્કેટિંગ ના સંચાલકો ભાગી છુટ્યા હતા. જેમાં કંપની ના ૧૧ સંચાલકો માં રઇસ ચૌધરી, રાજુ આહીર, અલ્તાફ સોરીયા, કાલુ આહીર, દિલીપ વરીયા, શીવજી , અપ્પુ અન્સારી, રાજુ યાદવ, પરવેઝ ચૌધરી, જુનેદ ખલીફા ્ના ઓ વિરૂધ્ધ વલસાડ ના રૂરલ પોલીસ મથકે ફરીયાદ અરજી આપી છે. આ અંગે વલસાડ રૂરલ પોલીસ તપાસ હાથ ધરી છે.