વાસદ બ્રીજ ઉપર ‘કપલ’ આત્મહત્યા કરવા પહોંચ્યું અને ખરા સમયે પોલીસ પહોંચી ‘કપલ’નો જીવ બચાવ્યો !

0
37

વડોદરા શહેરના નંદેસરી પોલીસ સ્ટેશનમાં PCR વાનમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા રામદાસ મેડાએ વાસદ બ્રિજ ઉપરથી મહીં નદીમાં કૂદી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરનાર એક કપલને બચાવી લીધું હતું.

આ ઘટના શુક્રવાર રાત્રે સાડા નવ વાગ્યા આસપાસની છે કે,તેઓને માહિતી મળી હતી કે વાસદ બ્રિજ પર એક યુવક અને યુવતી ઘણા સમયથી ઉભા ઉભા રડે છે અને એકબીજાના હાથ પણ દુપટ્ટાથી બાંધેલા છે. બંને નદીમાં કૂદી આત્મહત્યા કરવાનું વિચાર્યું હોય તેમ જણાઈ રહ્યું છે.આ માહિતી મળતા તેઓ PCR વાન લઇને સ્થળ ઉપર દોડી ગયા ત્યારે ત્યાં કપલ ઊભેલું હતું અને નદીમાં કુદવાની તૈયારીમાં હતુ તે સમયે રામદાસ મેડાએ પોલીસ વાન ની લાઈટ બંધ કરી દીધી કેમકે પોલીસની ગાડી જોઈને અચાનક કૂદી પડે કે ગભરાઈ જાય નહીં તેનો ખ્યાલ રાખી ગાડી થોડે દુર ઉભી રાખી નજીક જઈ ને બન્નેને પકડી લીધા હતા અને ત્યારબાદ સમજાવટથી કામ લઈ
બંનેને પોલીસ સ્ટેશન લઈ જઈ કાઉન્સીલ કરી આત્મહત્યા કરવી એ સમસ્યાનું સમાધાન નથી અને જીવન ખૂબ કિંમતી છે તેરીતે સમજાવી બંનેના પરિવારજનોને પણ બોલાવવામાં આવ્યા અને નડિયાદના યુવક તેમજ વાસદની યુવતીને તેમના પરિવારને સોંપવામાં આવ્યા હતા.
આમ,પોલીસની સમય સુચકતાને લીધે બે માનવ જિંદગી ના જીવ બચી ગયા હતા.