14 C
Ahmedabad
Sunday, January 23, 2022

વિકી અને કેટરિનાના 9 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાશે,વિકી-કેટના લગ્નમાં મોંઘેરા મહેમાનનું આમત્રણ

Must read

આ લગ્નમાં સામેલ થવા સેલીબ્રીટીસ આવવાના શરૂઆત થઈ ગઈ છે. આ લગ્નમાં અંબાણી પરિવાર પણ આવશે તેવી ચર્ચાઓ થઈ રહી છે. આ માટે ઓબેરોય હોટેલમાં 5 રૂમ રિઝર્વ રખાયા છે. જો કે, હજુ સુધી અંબાણી પરિવાર સવાઈ માધોપુર પહોંચ્યો નથી. એવી ચર્ચાઓ પણ થઈ રહી છે કે આ લગ્નમાં વિરાટ-અનુષ્કા, અક્ષય કુમાર અને અન્ય સેલિબ્રિટી પણ સામેલ થશે.હલ્દી સેરેમની પછી આફ્ટર પાર્ટી થશે 8 ડિસેમ્બર એટલે કે આજે હલ્દી સેરેમની યોજાશે અને પછી આફ્ટર પાર્ટી થશે. 9 ડિસેમ્બરે ધામધૂમથી સવાઈ માધોપુરના 700 વર્ષ જૂના સિક્સ સેન્સ બરવાડા મહેલમાં સાત ફેરા લેશે. એ પછી ડિનર અને પૂલ પાર્ટી રાખી છે. આ પાર્ટીમાં ફેમિલી મેમ્બર્સની સાથોસાથ સેલિબ્રિટી પણ સામેલ થશે. અત્યાર સુધી આશરે 50થી વધારે મહેમાનો પહોંચી ગયા છે.સિક્યોરિટી કોડ વિના એન્ટ્રી મળશે નહીં, મોડી સાંજે સેલિબ્રિટી પહોંચ્યાવિકી અને કેટરિનાના 9 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાશે.

લગ્નમાં સુરક્ષાને લઈને ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. સિક્યોરિટી કોડ વિના એન્ટ્રીની પણ મંજૂરી નથી. મંગળવારે પણ કેટલાક વાહનોનો કાફલો પહોંચી ગયો હતો. સુરક્ષા કોડ વિના તેમને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. મંગળવારે નેહા ધૂપિયા, અંગદ બેદી, ફિલ્મ નિર્દેશક કબીર ખાન અને તેની પત્ની મીની માથુર અને અભિનેત્રી શર્વરી બાગ સિક્સ સેન્સ પહોંચ્યા હતાં. આ ઉપરાંત કેટલાક સેલિબ્રિટી કિડ્સ પણ લગ્નમાં ભાગ લઈ રહ્યા છે.ગઈ કાલે એટલે કે 7 ડિસેમ્બરના રોજ વિકી તથા કેટની મહેંદી તથા સંગીત સેરેમની યોજાઈ હતી. કેટરીનાના હાથમાં સોજતથી આવેલી મહેંદી મૂકવામાં આવી હતી. વેપારીએ કેટરીના પાસેથી મહેંદીના પૈસા લીધા નહોતા.એક કલાક સુધી મહેંદી સેરેમની ચાલી કેટરીના તથા વિકી કૌશલના પરિવારે મહેંદી સેરેમની સેલિબ્રેટ કરી હતી. આ સેરેમની અંદાજે એકથી દોઢ કલાક ચાલી હતી. મહેંદી સેરેમની બાદ સંગીત સેરેમની યોજાઈ હતી.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article