12 C
Ahmedabad
Friday, January 28, 2022

વિક્કી-કેટરિનાના લગ્નમાં માં રાજસ્થાની-ગુજરાતી નાસ્તા પીરસાયા

Must read

રાજસ્થાનના સવાઈ માધોપુર નજીકના વૈભવી રિસોર્ટમાં બોલીવૂડના સ્ટાર કપલ કેટરિના અને વિક્કીના આજે ઘડિયા લગ્ન યોજાશે.લગ્નમાં મહેમાનો માટે કયા પ્રકારનુ મેનુ રાખવામાં આવ્યુ તે અંગે પણવાતો વાતો ચાલી રહી છે ત્યારે તેની કેટલીક જાણકારી સામે આવી છે.લગ્નમાં જે મિઠાઈઓ પિરસાવાની છે તે એક લોકલ શોપમાંથી મંગાવાઈ છે અને તેમાં રાજસ્થાની અને ગુજરાતી મિઠાઈઓનો સમાવેશ થાય છે.વિક્કી અને કેટરિનાના લગ્ન માટે સિક્સ સેન્સ ફોર્ટમાં મોકલવામાં આવેલી 10 પ્રકારની મિઠાઈ અઁગે સ્થાનિક દુકાનના માલિકનુ કહેવુ છે કે, મહેમાનોને જોધપુરની પ્રખ્તાત ડિશ માવા કચોરી અને બિકાનેરનો ગોંદ પાક ચાખવા મળશે.નાસ્તામાં ગુજરાતી ઢોકળા સમાવેશ કરવામાં આવ્યોછે સમોસા, ઢોકળા અને કચોરી હલ્દી સેરેમની દરમિયાન મોકલવામાં આવ્યા હતા.

 

વેડિંગ માટે 80 કિલો મિઠાઈ મોકલવામાં આવી છે.જેમાં મગની દાળની બરફી, ગુજરાતી બખલાયા, કાજૂ પાન અને ચોકો બાઈટ પણ સામલે છે.સમોસાના 100 પીસ મોકલવામાં આવ્યા હતા.દરેક સમોસાનો ફ્લેવર અલગ હતો.રિપોર્ટ પ્રમાણે લગ્ન માટે સલમાન ખાન, અક્ષય કુમાર, શાહરુખ ખાન, મીકા સિંહ, રોહિત શેટ્ટી સહિતના લોકોને આમંત્રણ છે પણ તેઓ શૂટિંગમાં વ્યસ્ત હોવાથી હાજરી નહીં આપી શકે.વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લગ્નમાં આવે તેવી શક્યતા છે.આ સિવાય ફરાહ ખાન, કરણ જોહર, નેહા ધૂપિયા, અંગદ બેદી , ડિરેકટર કબિર ખાન અને મિની માથુર સહિતના લોકો પહેલેથી જ પહોંચી ચુકયા છે.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article