વિક્રમ ગોખલેનું 82 વર્ષની વયે નિધન

0
36

બોલિવુડે આજે તેનો એક પ્રતિષ્ઠિત અભિનેતા ગુમાવ્યો છે! પુણેની હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા વિક્રમ ગોખલેનું 82 વર્ષની વયે અવસાન થયું. પીઢ અભિનેતાની હાલત ગંભીર હતી અને 15 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા.

સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત ‘હમ દિલ દે ચૂકે સનમ’ (1999) માં ઐશ્વર્યા રાય બચ્ચનના પિતા તરીકે તેમણે પ્રભાવશાળી અભિનય કર્યો હતો. વિક્રમ ગોખલેએ ‘હે રામ’, ‘તુમ બિન’, ‘ભૂલ ભુલૈયા’, ‘હિચકી’ અને ‘મિશન મંગલ’ જેવી બોલિવૂડની હિટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમની છેલ્લી બોલિવૂડ ફિલ્મ ‘નિકમ્મા’ (2022) હતી, જેમાં અભિમન્યુ દાસાની, શર્લી સેટિયા અને શિલ્પા શેટ્ટી સહ-અભિનેતા હતા.

વિક્રમ ગોખલે પૂણેમાં એક્ટિંગ એકેડમી ચલાવતા હતા, જ્યાં તેઓ છેલ્લા ઘણા વર્ષોથી તેમની પત્ની સાથે ત્યાં રહેતા હતા. તેમના પરિવારમાં પત્ની વૃષાલી ગોખલે અને બે પુત્રીઓ છે. વિક્રમ ગોખલે અભિનેતાઓના પરિવારમાંથી હતા. તેમના દાદી એક અભિનેત્રી હતા, જ્યારે તેમના પિતા ચંદ્રકાંત ગોખલે મરાઠી ફિલ્મ અને સ્ટેજ કલાકાર હતા.