વિદેશ પ્રવાસ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ પંચાલ તથા ગુજરાત સરકારનાં ટોચનાં અધિકારીઓ બે દિવસનાં દુબઈ પ્રવાસે

0
106

આજથી મુખ્યપ્રધાન દુબઇના પ્રવાસે બે દિવસ વાઇબ્રન્ટ ગુજરાત હેતુ પ્રવાસ ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ પંચાલ પણ જોડાયા ગુજરાત સરકારના ટોચના અધિકારીઓ સામેલ ગુજરાતમાં મૂડીરોકાણની તકનું નિદર્શન દુબઇના રાજમાર્ગ પર રોડ-શો દુબઇના ઉદ્યોગકારો સાથે વન-ટુ-વન મીટ દુબઇ એક્સ્પોમાં ઇન્ડિયા પેવેલિયનની મુલાકાત લેશેમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ પંચાલ તથા ગુજરાત સરકારનાં ટોચનાં અધિકારીઓ બે દિવસનાં દુબઈ પ્રવાસે છે. દુબઈનો આ પ્રવાસ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત છે. દરમિયાન દુબઈમાં વિવિધ કાર્યક્રમો તથા રોડ શો યોજવામાં આવશે.વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 પહેલા આજે દુબઈમાં રોડ શો આયોજીત કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ પંચાલ તથા ગુજરાત સરકારનાં ટોચનાં અધિકારીઓ દુબઈની દ્વિદિવસીય મુલાકાતે છે.


આજે દુબઈમાં ઉદ્યોગ સાહસિકો સમક્ષ ગુજરાતમાં મૂડીરોકાણની તકો વિશે પ્રેઝન્ટેશન કરવામાં આવશે. મુખ્યમંત્રી ઉદ્યોગ રાજ્યમંત્રી તથા અધિકારીઓ દુબઈમાં ઉદ્યોગકારો સાથે વન-ટૂ-વન બેઠક યોજશે. ટીમ ગુજરાત દુબઈ એક્સ્પોમાં ઈન્ડિયા પેવેલિયનની મુલાકાત લેશે 10 મી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 10થી 12 જાન્યુઆરી, 2022 દરમિયાન ગાંધીનગરમાં યોજાઈ રહી છે. આ ઉપરાંત એ જ ગાળામાં 9થી 13 જાન્યુઆરી દરમિયાન વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો નું પણ આયોજન થયેલું છે. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં દ્રષ્ટિવંત નેતૃત્વમાં 2003થી શરૂ થયેલી દ્વિ વાર્ષિક વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ભારતનાં રાજ્યો ઉપરાંત દુનિયાનાં વધુને વધુ દેશો પણ રસ લઈ રહ્યા છે. આ જ કારણે મૂડીરોકાણ તેમજ વેપારનાં ક્ષેત્રમાં ગુજરાતને વૈશ્વિક મંચ જેવું સ્થાન મળ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને આત્મનિર્ભર બનાવવાનો મેસેજ આપેલો છે. તેને સુસંગત આ વર્ષનાં વાઈબ્રન્ટ સમિટની થીમ ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ રાખવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં દુબઈમાં યોજાનારા રોડ શો ને લઈને ગુજરાત ક્ષેત્રમાં ઉત્સાહનો માહોલ ઊભો થયો છે.