વિદ્યાર્થીઓને ભણાવ્યાજ નહીં તે પૈસા મારે શુ કામના ? પ્રામાણિક શિક્ષકે ₹ 24 લાખ પરત કરી કહ્યું:-હરામનું ન ખપે !!

0
131

બિહારના મુઝફ્ફરપુરમાં નીતિશેશ્વર કોલેજના એક આસિસ્ટન્ટ પ્રોફેસરે પગાર વિભાગને રૂ. 24 લાખ રૂપિયા પરત કરી કહ્યું કે મારે મફત નો પગાર જોઈતો નથી કારણકે જ્યારે વિદ્યાર્થીઓ ભણવા આવ્યાજ નથી તો મેં કઈ કામ કર્યું જ નથી તો હરામનો પગાર શુ કામ લઉં !!

આ પ્રામાણિક શિક્ષક સપ્ટેમ્બર 2019માં નોકરીમાં જોડાયા હતા. આ સમયગાળા દરમિયાન 33 મહિનામાં એક પણ વિદ્યાર્થી તેના વર્ગમાં ભણવા નહી આવતા શિક્ષકે કહ્યું કે પોતાનો અંતરાત્મા વિદ્યાર્થીઓને ભણાવ્યા વગર વિભાગમાંથી હરામનો પગાર લેવાની ના પાડે છે.

33 વર્ષીય લાલન કુમારે મંગળવારે બીઆર આંબેડકર બિહાર યુનિવર્સિટી (BRABU)ના રજિસ્ટ્રારને 23,82,228 રૂપિયાનો ચેક પરત કર્યો હતો.
લાલન કુમારે પત્રકારો સાથે વાત કરતા કહ્યું, મારો અંતરાત્મા મને ભણાવ્યા વિના પગાર લેવાની મંજૂરી આપતો નથી. કોરોનામાં બધું બંધ હતું અને ઓનલાઈન વર્ગો દરમિયાન પણ હિન્દી વર્ગ માટે માત્ર થોડા જ વિદ્યાર્થીઓ હાજર હતા પરિણામે આ વગર કામના પૈસા મારે કામના નથી તે દેશના કોઈ વિકાસના જનહિતના કામમાં વાપરી શકાય છે. તેઓએ 2 વર્ષ અને 9 મહિનાનો પગાર યુનિવર્સિટીને પરત કરી દીધો છે.