વિન્ટેજ કાર વરરાજા વિકી કૌશલ ની એન્ટ્રિ સાંજે 7 વાગે લેશે 7 ફેરા

0
101

વિકી કૌશલ 1 વાગે શેહરો બાંધશે વિકી કૌશલ તથા કેટરીના કૈફ આજે એટલે કે 9 ડિસેમ્બરે લગ્ન કરવા જઈ રહ્યા છે લગ્નમાં 120 જેટલા મહેમાનો આવે એવી શક્યતા છે કેટરીના તથા વિકી કૌશલનું પ્રીવેડિંગ બે દિવસ સુધી ચાલ્યું હતું વિન્ટેજ કારમાં બેસીને વિકી તેનું પરિવાર આવશે જાનૈયાનું સ્વાગત ગુલાબની પાંખડીઓથી કરવામાં આવશે ત્યારબાદ વિકી કૌશલ ઘોડી પર બેસશે બપોરે 1 વાગે વિકી કૌશલ શેહરો બાંધશે ત્યારબાદ ત્રણ વાગે વરરાજા અને દુલ્હન લગ્નના મંડપમાં આવશે બંને સાંજે 7 વાગે 7 ફેરા ફરશે પછી ડિનર પાર્ટી થશે લગ્ન માટે ગાઝીપુરથી 15 ટન ફૂલ મહેલમાં મંગાવા માં આવ્યા હતા મહેલની અંદર મંડપને શણગારવામાં આવી રહ્યો છે પહેલાં પૂજા થશે ત્યારબાદ મહેલની અંદર જાન આવશે તમામ જાનૈયા સાફા તથા શેરવાનીમાં રાજપૂત અંદાજમાં જોવા મળશે લગ્ન માટે ગાઝીપુરથી 15 ટન ફૂલ મહેલમાં આવ્યા છે 14મી સદીના મહેલમાં કેટરીના તથા વિકી માટે ખાસ મંડપ તૈયાર કરવામાં આવ્યા છે આ મંડપ કાચનો બનેલો છે અને એની અંદર કેટ વિકી ફેરા લેશે માનવામાં આવે છે કે હિંદુ વિધિ બાદ કેટ વિકી ક્રિશ્ચિયન વિધિથી પણ લગ્ન કરશે.

કેટરીનાને ગુજરાતણ વીણા નાગડાએ મહેંદી મૂકી હતી વીણાએ સો.મીડિયામાં તસવીર શૅર કરીને આડકતરી રીતે કેટરીનાના હાથમાં મહેંદી મૂકી હોવાની વાત સ્વીકારી હતી વીણા મહેંદી રસમ બાદ તરત જ હૈદરાબાદ જવા નીકળી ગઈ હતી વીણાએ બોલિવૂડના અનેક જાણીતા અભિનેત્રીના હાથમાં મહેંદી મૂકી છે વીણા નાગડા મૂળ ગુજરાતી છે લગ્નમાં નો ફોન પોલિસીની વચ્ચે સોશયલમીડિયામાં વિકી તથા કેટરીનાની કંકોત્રી વાઇરલ થઈ છે આ કંકોત્રી કેટરીનાના ફૅન પેજ પર શૅર કરવામાં આવી છે વિકી કેટના લગ્નમાં સામેલ થનારા મહેમાનોને ઇવેન્ટ કંપનીએ ગિફ્ટ હેમ્પર આપ્યું હતું આ હેમ્પરમાં એક પત્ર પણ હતો આ પત્ર સો.મીડિયામાં વાઇરલ થયો છે આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે તમે મોબાઇલ ફોન રૂમમાં રાખો અને લગ્નના કોઈપણ પ્રોગ્રામની તસવીર ના લો તથા એને સોશયલમીડિયામાં શૅર ના કરો જો કોઈ મહેમાન મોબાઇલ ફોન કામથી અંદર લઈ જવા માગે છે તો તેના મોબાઇલ કેમેરામાં ડિજિટલ મીડિયા સિક્યોરિટી સ્ટિકર લગાવવામાં આવે છે આમ કરવાથી તે અંદર કોઈપણ રીતે ફોટો કે વીડિયો લઈ શકશે નહીં જો કોઈ વ્યક્તિ સ્ટિકર કાઢવાનો પ્રયાસ કરે તો તેની પર કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે આ પહેલાં મુકેશ અંબાણીના દીકરા આકાશના લગ્નમાં આમ કરવામાં આવ્યું હતું પ્રિયંકા ચોપરાના લગ્નમાં પણ મોબાઇલ ફોન પર સ્ટિકર લગાવવામાં આવ્યાં હતાં.