વિયનાઃ ઓસ્ટ્રિયાની રાજધાની વિયનામાં ઘાતક રાઇફલથી સજ્જ આતંકવાદીઓ એ સોમવારે રાત્ર 6 સ્થળોએ ભયંકર આતંક મચાવ્યો. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ અત્યાર સુધી આ આતંકી હુમલાથી ઓછામાં ઓછા 7 નાગરિકોના મોત અને ઘણા લોકો ઘાયક થયા છે.
પોલીસએ વળતા હુમલો કરતા એક શંકાસ્પદની મોત થઇ ગઇ છે. આતંકવાદી હુમલા બાદ પોલીસે પણ કડક શોધખોળ હાથ ધરી છે. વિયનામાં આ હુમલો કોરોના વાયરસ લોકડાઉનની પહેલા થયો છે. પોલીસે એક શંદાસ્પદ આતંકીને ઝડપી પાડ્યો છે.
એવુ જણાવાઇ રહ્યુ છે કે, પ્રથમ હુમલો સ્થાનિક સમય મુજબ રાતના લગભગ 8 વાગે એક સિનગોગની પાસે થયો. આતંકીઓ ઘાતક હથિયારોથી સજ્જ હતા. એવુ કહેવાય છે કે, એક આંતકી હજી પણ ફરાર છે અને પોલીસે તેને પકડવા સમગ્ર શહેરમાં ચારે બાજુ નાકાબંધી કરી છે. સરહદ પર મોટી તપાસ થઇ રહી છે. એટલુ જ નહીં મંગળવારે શાળા ન ખોલવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
પોલીસે કહ્યુ કે, એક શંકાસ્પદ આતંકીને ઠાર કરાયો છે. અલબત તેની સાથે જ નિર્દોષ નાગરિકો પણ માર્યા ગયા છે. એક પોલીસ અધિકારીને પણ ગોળી વાગી છે અને તેની હાલત ગંભીર છે. વિયનાના મેયરે કહ્યુ કે, માઇકલ લુડવિગે કહ્યુ કે, 15 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી 7 લોકોની સ્થિતિ ગંભીર છે. પોલીસે કહ્યુ કે, આતંકવાદીઓએ કુલ 6 સ્થળોએ ગોળીબાર કર્યો છે.
સિનગોગની પાસે ઓછામાં ઓછા 50 રાઉન્ડ ફાયરિંગ
ઓસ્ટ્રિયાના મીડિયા મુજબ સિનેગોગની પાસે ઓછામં ઓછા 50 રાઉન્ડ ગોળીનું ફાયરિંગ થયુ છે. ઓસ્ટ્રિયાના ચાંસેલર સેબેસ્ટિયન કુર્જે તેને હેવાનિયત ફર્યો આતંકી હુમલો ગણાવ્યો છે. તેમણે કહ્યુ કે, અમે પોતાના દેશમાં મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યા છે. અમારી પોલીસ આ અમાનવીય હુમલાનું ષડયંત્ર રચનારને શોઘી કાઢીશુ. આંતકીઓ સામે અમે ક્યારેય ઝુકીશુ નહીં અને તમામ રીતે વળતો જવાબ આપીશુ.