વિરમગામ બેઠક ઉપર હાર્દિક પટેલ કિસ્મત અજમાવશે તો સફળ થશે ખરા ?તે સવાલ હાલ રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.
કારણ કે ગઈ ટર્મમાં કોંગ્રેસ છોડી ભાજપ માં ગયેલા ઉમેદવાર અહીં હારી ગયા હતા.
વિરમગામ વિધાનસભા બેઠક વર્ષોથી કોંગ્રેસનો મજબૂત ગઢ રહ્યો છે અને અન્ય પક્ષને અહીં જાકારો મળ્યો છે અહીં કોંગ્રેસનાં પ્રેમજીભાઈ વડલાણીના કારણે વર્ષોથી વીરમગામ બેઠકનો નળકાંઠો કોંગ્રેસનો ગઢ રહ્યો છે પરંતુ હવે પ્રેમજીભાઈ આ દુનિયામાં નથી રહ્યા ત્યારે આ વખતે વિરમગામ બેઠક ઉપર કોણ જીતશે તે એક કોયડો છે. વિરમગામ વિધાનસભા વિસ્તારનાં મતદારોમાં પણ અલગ અલગ નિવેદન આવી રહ્યા છે તે જોતા અહીં આ વખતે કોણ બાજી મારે છે તેતો સમયજ કહેશે.
વિરમગામ વિધાનસભા ઉપર છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસની સરકાર છે. ગત ટર્મમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા તેજશ્રીબહેન પટેલને ભાજપે ટીકિટ આપી હતી પણ જનતાએ તેમને પક્ષપલટુ કહીને જાકારો આપ્યો હતો. ત્યારે આ વખતે પણ ભાજપ, કોંગ્રેસમાંથી આવેલા હાર્દિક પટેલને ટીકિટ આપે તેવી પૂરી શક્યતા છે ત્યારે જોવાનું એ છે કે આ વખતે પણ વિરમગામ પક્ષપલટનારને હરાવશે કે જીતાડશે તે તો આવનારો સમય જ કહેશે.