વિરમગામ બેઠક ઉપર ત્રણ ત્રણ હાર્દિક પટેલ ચૂંટણી લડવા મેદાનમાં ઉતર્યા ! લોકો મૂંઝાણા, કોને મત આપવાનો ?

0
105

વિરમગામ બેઠક પર ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ પ્રચારના કામે લાગી ગયા છે પણ અહીં નવી મુસીબત ઉભી થઇ છે, કારણકે વિરમગામ બેઠક પર માત્ર એક નહીં,પણ ત્રણ ત્રણ હાર્દિક પટેલ ચૂંટણી લડી રહ્યા છે. બે અપક્ષ ઉમેદવારોના નામ પણ હાર્દિક પટેલ જ હોવાથી લોકો કન્ફુઝનમાં મુકાયા છે.
કારણ કે ગામડાઓમાં લોકોમાં મુંઝવણ શરૂ થઈ છે.
પરિણામે કહેવું પડે છે કે કમળવાળા હાર્દિક પટેલને યાદ રાખજો બાકીના બે હાર્દિક પટેલ જુદા છે.

જોકે,આવુ કંઈ પહેલીવાર નથી થયું કે એક જ બેઠક પર એકસરખા નામ હોય.
અગાઉ ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાને હરાવવા માટે તેમની સામે અનેક શંકરજી, શંકરસિંહ, શંકરભાઈ એવા નામધારી અપક્ષોને ઉભા કરી દેવાયા હતા ત્યારે હવે વિરમગામ બેઠક પર પણ એક નહીં, ત્રણ ત્રણ હાર્દિક પટેલ ચૂંટણી લડી રહ્યા છે. બે અપક્ષ ઉમેદવારોના નામ પણ હાર્દિક પટેલ જ છે અને બંને જણ પોતાના માટે વોટ માગવાના બદલે હાર્દિક પટેલને મત ના આપશો એવો પ્રચાર કરી રહ્યા છે પરિણામે ગામડામાં ગરબડનો માહોલ છે.

કુલ 39 જેટલા ફોર્મ વિરમગામ બેઠક પર ચૂંટણી લડવા માટે ભરાયા હતા. જેમાંથી 34 ઉમેદવારોના ફોર્મ એક્સેપ્ટ થયા છે જ્યારે 5 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા છે. આ 34 ઉમેદાવારોમાં કુલ 9 ઉમેદવાર પાટીદાર છે. આ પાટીદાર ઉમેદવારોમાં પણ ત્રણ પાટીદાર ઉમેદવાર એવા છે જેમના નામ હાર્દિક પટેલ છે. એટલે કે ભાજપમાંથી ઉમેદવારી કરી રહેલા હાર્દિક પટેલ સામે અન્ય બે હાર્દિક પટેલ ઉમેદવારો અપક્ષ ઉમેદવારી કરી રહ્યાં છે.
આમ,ત્રણ હાર્દિક પટેલ સહિત કુલ નવ ઉમેદવાર પાટીદારો હોય પાટીદારના મતો વહેંચાઈ જાય તેવી સ્થિતિ છે.