દમણ:
દમણના ભાજપના ઉપાધ્યક્ષ દ્વારા હાલમાં એક ઈલેકટ્રોનિક મીડિયામાં વર્ષાે જુના વાયરલ થયેલા વિડીયોને પગલે ભાજપ પક્ષમાંથી પદ ઉપરથી દુર કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. જાકે સમગ્ર બાબતે ઉપાધ્યક્ષે જણાવ્યું હતું કે તેમને કોઈના દ્વારા ફાસવવામાં આવી રહ્યા છે. જે બાબતે આજે તેમણે મીડિયા સમક્ષ વાતચીત કરતા જણાવ્યું કે કેટલાક તત્વો દ્વારા તેમને રાજકારણમાં જોઈ નથી શકતા લોકો દ્વારા પદ ઉપરથી હટાવવા માટે અનેક પ્રકારે તેમણે ફસાવવાની કોશિશ કરવામાં આવી રહી છે અને તે માટે વર્ષાે જુનો વિડીયો જે અગાઉ વાયરલ થતા તે સમયે તેમણે આ બાબતે પોલીસ ફરીયાદ પણ કરી હતી તે જ વિડીયો કેટલાક તત્વો ફરીથી વાયરલ કરીને તેમને ખોટી રીતે બદનામ કરવા માટેની નીતિ હતી જે બાબતે તેમણે વકીલ રોકીને હાલ તો વાયરલ થયેલ વિડીયોને ચલાવનાર ઈલેકટ્રોનિક મીડિયા સામે માનહાની અંગે નોટીસ ફટકારી હોવાનું તેમણે જણાવ્યું હતું અને આગામી દિવસમાં દાવો પણ કરી શકેનું જણાવ્યું હતું જે બાબતે મીડિયાઆલમમાં ખડભળાટ મચી જવા પામ્યો છે.
દમણ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ પદ ઉપર આરૂઢ વિશાલ ટંડેલનો ૧૫થી ૨૦ વર્ષ જુનો વાયરલ થયેલ વિડીયો સામે તે સમયે પણ તેમણે પોલીસ ફરીયાદ કરી હતી જે વિડીયો એક ઈલેકટ્રોનિક મીડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવતા તેમને ભાજપ ઉપાધ્યક્ષના પદ ઉપરથી હટાવી દેવામાં આવ્યા હતા. તેમની છબી ઉપર થયેલ અસર અને તેમની કારકિર્દી ઉપર થયેલી અસરને જાતા તેમણે સમગ્ર બાબતને ગંભીરતા પૂર્વ લીધી હતી. આજે તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું કે તેઓની થયેલી બદનામી બાબતે તેમણે વકીલ રોકી વાયરલ થયેલ ક્લીપ ચલાવવા બદલ એક ઈલેકટ્રોનિક મીડિયા માનહાની અંગે નોટીસ ફટકારી ખુલાશો કરવા માટે જણાવ્યું છે. વળી જા આ ઈલેકટ્રોનિક મીડિયા દ્વારા સંતોષકારક જવાબ ના મળે તો તેઓ દાવો પણ કરવા માટે તત્પર હોવાનું તેમણે જણાવ્યું હતું. ઈલેકટ્રોનિક મીડિયાને મળેલી નોટીસ બાદ સમગ્ર મીડિયા જગતમાં ચકચાર મચી જવા પામી છે.