વિશ્વ: ‘કૈલાસ દેશ ક્યાં છે… તેનો પાસપોર્ટ કેવો છે?’, નિત્યાનંદ પોતે જ તેના કાલ્પનિક દેશ વિશે આપી માહિતી

0
13

ભારતથી ભાગેડુ નિત્યાનંદના સ્વ-ઘોષિત દેશ કૈલાસાના પ્રતિનિધિત્વએ સંયુક્ત રાષ્ટ્રમાં પહોંચીને સૌને કોઈને ચોંકાવી દીધા હતા. ત્યારથી કૈલાસા ખૂબ ચર્ચામાં છે. દરેક વ્યક્તિ આ દેશ વિશે જાણવા માંગે છે. આ દેશ ક્યાં છે? અહીં ચલણ શું છે? અહીં સરકાર કેવી રીતે ચાલે છે? કોઈ તેની નાગરિકતા કેવી રીતે મેળવી શકે? આવા તમામ પ્રશ્નો લોકોના મનમાં ઘર કરી ગયા છે. ત્યારે હવે નિત્યાનંદે પોતે પ્રેસ કોન્ફરન્સ કરીને આવા સવાલોના જવાબ આપ્યા છે.

પોતાના સ્વ-ઘોષિત દેશ કૈલાસા વિશે, નિત્યાનંદે ટ્વિટ કર્યું, યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ કૈલાસા એ એક સરહદ વિનાનું સેવા-લક્ષી રાષ્ટ્ર છે, જે ઘણા દેશોમાં ઘણા NGO, મંદિરો અને મઠો દ્વારા ચાલે છે. નિત્યાનંદે આ વાત વોશિંગ્ટન પોસ્ટની પત્રકાર મારિયા પોલના સવાલના જવાબમાં કહી હતી. તેમણે દાવો કર્યો કે, કૈલાસા એ પ્રાચીન પ્રબુદ્ધ હિંદુ સંસ્કૃતિના રાષ્ટ્રનું પુનરુત્થાન છે. તેણે ટ્વિટર પર તેના પ્રશ્નો અને જવાબો પણ શેર કર્યા છે.

 કૈલાસ કેવી રીતે કામ કરે છે?

જ્યારે કૈલાસની અધિકૃતતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે નિત્યાનંદે કહ્યું, તે સૉવરેન ઑર્ડર ઓફ માલ્ટાની જેમ જ ઘણા દેશોમાં NGO, મંદિરો અને મઠો દ્વારા ચલાવવામાં આવે છે. તેમણે કહ્યું, “સૉવરેન ઑર્ડર ઓફ માલ્ટા પણ સન 1113 પછીથી કેથોલિક ચર્ચનો એક ધાર્મિક આદેશ છે, જેને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતા આપવામાં આવી છે. કોઈ વાસ્તવિક પ્રદેશ ન હોવા છતાં, માલ્ટાના 100થી વધુ રાજ્યો સાથે રાજદ્વારી સંબંધો છે.

કૈલાસ વિશે સંપૂર્ણ માહિતી આપી

તેમણે કહ્યું, “કૈલાસાનો ઉદ્દેશ્ય લિંગ, જાતિ, રાષ્ટ્રીયતા અને રંગને ધ્યાનમાં લીધા વિના બધા માટે એકતાના સિદ્ધાંત પર આધારિત વૈશ્વિક શાંતિ છે. છેવટે, આ દેશ કેવી રીતે ચાલે છે? શું અહીં ચૂંટણીઓ યોજાય છે અને જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ જેવા જરૂરી દસ્તાવેજો અહીં આપવામાં આવે છે? નિત્યાનંદે આ પ્રશ્નોના જવાબ પણ આપ્યા.

બળાત્કારના આરોપોને નકાર્યા 

નિત્યાનંદ ભારતમાંથી ભાગેડુ છે, તે તમિલનાડુનો ભાગેડુ તાંત્રિક છે, જે વર્ષ 2019થી છુપાયેલો છે. બળાત્કાર અને જાતીય હુમલાના અનેક આરોપોમાં ભારતમાં વોન્ટેડ છે. આ સવાલોના જવાબમાં કૈલાસાના સેક્રેટરીએ તમામ આરોપોને ફગાવી દીધા અને તેમને જુઠ્ઠાણા ગણાવ્યા. તેમણે કહ્યું, કેટલાક પ્રતિષ્ઠિત માનવાધિકાર કાર્યકર્તાઓએ સ્વતંત્ર અહેવાલો દ્વારા નિત્યાનંદને ક્લીનચીટ આપી હતી. તેમણે કહ્યું, “4 એપ્રિલ, 2013ના રોજ, કેલિફોર્નિયા (યુએસએ) કોર્ટ દ્વારા હિન્દુ ધર્મના સર્વોચ્ચ પૂજારીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. કોર્ટે SPHની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને ખોટા પીડિતોને લગભગ અડધા મિલિયન ડોલરનો દંડ ફટકાર્યો હતો.