કેન્દ્રના ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં ખેડૂતોને આરામ કરવા માટે બનાવવામાં આવેલા કિસાન ભવનના લોકાર્પણનો કાર્યક્રમ તારીખ 19 માર્ચના છે માર્કેટિંગ યાર્ડમાં જિલ્લાભરમાંથી 20000 ખેડૂતોને એકઠા કરવા માટે ભાજપના આગેવાનો દોડધામ કરી રહ્યા છે માર્કેટિંગ યાર્ડના શેડમાં કાર્યક્રમ યોજવાનો હોવાથી મોટાભાગના શેડ ખાલી કરવા માટે અગાઉ સૂચના આપી દેવામાં આવી છે માર્કેટિંગ યાર્ડ દ્વારા તારીખ 14 ના આવક અંગેની જાહેરાત કરવામાં આવી છે જે રાત્રિના બાર વાગ્યાથી તમામ જણસીની લુઝ તથા કટ્ટામાં આવક સદંતર બંધ કરવામાં આવે છે તારીખ 19 3 2023 ના રાત્રિના નવ વાગ્યાથી તમામ જણસીની આવક રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે ઘઉંની લુઝ આવક બપોરથી જ બંધ કરી દેવામાં આવી છે સાંજ સુધીમાં વેપારીઓએ ખરીદ કરેલા તમામ ઘઉંનો માલ શેડમાંથી ઉપાડી લેવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે કમિશન એજન્ટાઓએ વેચવાનો હોય એ જ માલ મંગાવવાનો તેમજ કોઈ માલ પેન્ડિંગ ન રહે તેની પણ તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે
Latest News
- Advertisement -