શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજીનું 99 વર્ષની ઉંમરે નિધન,ગંગા આશ્રમમાં અપાશે સમાધિ

0
44

જ્યોર્તિમઠ બદ્રીનાથ અને શારદા પીઠ દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજી એ 99 વર્ષની ઉંમરે
મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના પરમહંસી ગંગા આશ્રમમાં બપોરે સાડા 3 વાગ્યે અંતિમ શ્વાસ લીધા છે.

સ્વામી શંકરાચાર્ય છેલ્લા ઘણાજ સમયથી બીમાર હતા.
સ્વામી શંકરાચાર્ય આઝાદીની લડાઈમાં ભાગ લીધો હતો અને સ્વતંત્ર સંગ્રામમાં પણ અંગ્રેજો સામે લડ્યા હતા અને જેલ પણ ગયા હતા.

1942માં જ્યારે ભારત છોડો આંદોલનની જાહેરાત કરવામાં આવી ત્યારે સ્વામી સ્વરૂપાનંદ પણ આ આંદોલનમાં જોડાયા હતા. 19 વર્ષની ઉંમરે તેઓ ક્રાંતિકારી સાધુ તરીકે જાણીતા થયા.
તેઓ વારાણસીમાં 9 મહિના અને મધ્યપ્રદેશની જેલમાં 6 મહિના સુધી કેદ રહ્યા હતા.

તેઓએ રામ મંદિર નિર્માણ માટે લાંબી કાયદાકીય લડાઈ પણ લડી હતી.

સ્વામી સ્વરૂપાનંદે 9 વર્ષની ઉંમરે પોતાનું ઘર છોડી દીધું હતું. જે પછી તેઓ કાશી પહોંચ્યા, ભારતના દરેક પ્રસિદ્ધ તીર્થસ્થાનો, સ્થળો અને સંતોની મુલાકાત લીધી. સ્વામી સ્વરૂપાનંદને 1950માં દાંડી સન્યાસી બનાવવામાં આવ્યા હતા. જ્યોતિમઠ પીઠના બ્રહ્માલિન શંકરાચાર્યએ સ્વામી બ્રહ્માનંદ સરસ્વતી પાસેથી દંડ સન્યાસની દીક્ષા લીધી અને સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી તરીકે ઓળખાયા. તેમને 1981માં શંકરાચાર્યની પદવી મળી હતી.

સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીને સોમવારે સાંજે 5 વાગ્યે પરમહંસી ગંગા આશ્રમમાં સમાધિ આપવામાં આવશે.