શિવસેનાનો હુંકાર :- ‘બાગીઓ હજુપણ ચેતી જાઓ,નહીતો કચરામાં ફેંકી દઈશું’! ભાજપને શિવસેનાના આંતરીક મામલામાં દખલ નહિ કરવા સલાહ

0
194

મહારાષ્ટ્રમાં જબરદસ્ત રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસેનાએ ભાજપ અને તેના જ બળવાખોર ધારાસભ્યો પર નિશાન સાધ્યું છે. શિવસેનાએ પોતાના મુખપત્ર ‘સામના’ના તંત્રીલેખમાં વર્તમાન રાજકીય વાવાઝોડાને સ્વપ્ન જેવું ગણાવી પાર્ટીએ પોતાના બળવાખોરોને ચેતવણી આપી છે કે તેઓ સમયસર ચેતી જાય અન્યથા તેમને કચરામાં ફેંકી દેવામાં આવશે.

સામનામાં શિવસેનાએ લખ્યું છે કે, ‘મહારાષ્ટ્રમાં રાજકીય ઘટનાક્રમનો અંત શું હશે તે કોઈ જાણતું નથી કારણકે હાલ રાજ્યપાલ શ્રીમાન કોશ્યરી જી કોરોનાથી પીડિત છે. આથી રાજભવન તરફની કામગીરી અટકી ગઈ છે.

શિવસેના કહે છે કે ‘રાજકારણમાં બધું જ અસ્થિર છે અને બહુમતી તેનાથી પણ વધુ ચંચળ છે. શિવસેનાની ટિકિટ પર ચૂંટાયેલા ધારાસભ્યો ભાજપની પકડમાં આવી ગયા છે. તેઓ પહેલા સુરત અને બાદમાં વિશેષ વિમાન દ્વારા આસામ ગયા છે.
આ ધારાસભ્યો આટલી બધી દોડા દોડી કેમ કરી રહ્યા છે?

શિવસેનાએ સામનામાં પણ લખ્યું છે કે શિવસેનામાં ચાલી રહેલા ખટરાગ અને નારાજગી મામલે ભાજપે ઇન્ટરફીયર ન થવું જોઈએ. પણ સુરતની હોટલમાં પણ ભાજપીઓ હાજર હતા. ત્યારે આ લોકોને સુરતથી આસામ લઈ જવામાં આવતા જ આસામના મંત્રીઓ તેમનું સ્વાગત કરવા માટે ગુવાહાટી એરપોર્ટ પર ભાજપના આગેવાનો હાજર થઈ ગયા હતા. મહારાષ્ટ્રના લોકો એટલા મૂર્ખ નથી કે તેઓ તેની પાછળની યુક્તિઓ અને યુક્તિઓને સમજી ન શકે. હોટેલો, વિમાનો, વાહનો, વગેરે વ્યવસ્થામાં ભાજપ સરકારના જ આશીર્વાદ જોવા મળી રહયા છે.

શિવસેનાએ સામનામાં લખ્યું, ‘અમે ભારતીય જનતા પાર્ટીના નૈતિક પાયાની પ્રશંસા કરવા ઈચ્છીએ છીએ. ED, CBI અને ઈન્કમટેક્સનો ડર બતાવીને ‘હવે તમારી જગ્યા જેલમાં છે’ એમ કહીને ભ્રષ્ટાચાર, આર્થિક ગેરરીતિના આરોપમાં શિવસેનાના ધારાસભ્યો પર પ્રહાર કરનારા કિરીટ સોમૈયા હવે શું કરશે? આ તમામ ધારાસભ્યો ગઈકાલથી જ ભાજપના જૂથમાં જોડાયા છે અને દિલ્હીના રાજકીય ગંગાભટ્ટોએ તેમને શુદ્ધ કર્યા છે. હવે કિરીટ સોમૈયાએ શિવસેનાના આ તમામ ધારાસભ્યોની પૂજા કરવી પડશે, એવું લાગી રહ્યું છે તેમ ઉમેર્યું હતું.