શું તમને ખબર છે ? વોટસએપમાં ઉમેરાયા નવા ફિચર્સ

વલસાડ : અત્યારના ટ્રેન્ડ પ્રમાણે નાના બાળકથી માંડી મોટી ઉંમરના વ્યકિત સુધીના લોકોમાં જે પ્રચલિત છે તે વોટસએપ દિન–પ્રતિદિન તેની એપ્લીકેશનમાં નીતનવા સુધારા કરી લોકોને તેના તરફ આકર્ષી રહ્યું છે ત્યારે આ લોકપ્રિય એપ્લીકેશનને વધુ આકર્ષક બનાવવા કંપનીએ તેમાં વધુ કેટલાક નવા ફિચર્સ ઉમેર્યા છે જે લોકો માટે ઘણા ઉપયોગી નિવડી શકે તેમ છે. વાંચેલા મેસેજ માટે બે બ્લુ ટિકસ ઉપરાંત શું શું ઉમેરાયું છે વોટસએપમાં તેની વિગત અત્રે પ્રસ્તુત છે.

વોટસએપે પોતાના આઈઓએસ અને એન્ડ્રોઈડ યુઝર્સ માટે નવું ફીચર લોન્ચ કયુ છે. હવે તમે વોટસએપ પર ફેસબુક જેવા રંગીન બેકગ્રાઉન્ડવાળા સ્ટેટસ અપડેટ મૂકી શકો છો. ઉલ્લેખનીય છે કે ફેસબુકે થોડા સમય પહેલા આ ફીચર પોતાની એપ ઉપર જારી કયુ હતું. કલર્સ સ્ટેટસ મૂકવા માટે તમારે સ્ટેટસ ટેબ પર જવું પડશે. ડાબી બાજુ કેમેરાના ઉપર પેનનો આઈકોન આપેલો છે. તેના પર ટેપ કરીને તમને આ કલર્સ સ્ટેટસ મૂકવાનો વિકલ્પ મળશે. નીચેની બાજુ એક કલર પેલેટ અને ટેકસ્ટનો ફોન્ટ પસદં કરવાનો એક વિકલ્પ નજર આવશે. આ સાથે જ સ્માઈલી લગાવવાનો પણ વિકલ્પ હશે. અત્યારે આ અપડેટ સંપૂર્ણ રીતે રોલઆઉટ નથી થયું એટલા માટે સંભવ છે કે તમારી ડિવાઈસ સુધી પહોંચવામાં થોડો સમય લાગી જાય.

વોટસએપ પર તમે પહેલા પણ ટેકસ્ટ (અક્ષર) બોલ્ડ અથવા ઈટાલિક કરી શકતા હતા અને તેનો રગં બદલી શકતા હતા પરંતુ હવે આ પ્રક્રિયા વધુ સરળ બની ગઈ છે. ટેકસ્ટમાં જે શબ્દને બોલ્ડ કરવા માગો છો તો તેના પર મોડે સુધી પ્રેસ કરવાથી ઉપર વિકલ્પોમાં ૩ ડોટ દેખાશે તેના પર ટેપ કરવાથી અનેક વિકલ્પો તમારી સામે ખુલી જશે.

વોટસએપ પર તમે કોઈ પણ શબ્દને લખીને તેના સાથે જોડાયેલા ઈમોજી શોધી શકો છો. દાખલા તરીકે તસવીરમાં ક્રાઈંગ એટલે કે રડવું લખીને શોધવા પર આંસુવાળી તમામ ઈમોજી દેખાશે. ઈમોજીની નીચે સર્ચનું આઈકન નજર આવશે ત્યાં જઈને તમે ઈમોજી શોધી શકો છો.

વોટસએપ ઉપર હવે તમે ટેકસ્ટ અને ઈમોજી ઉપરાંત જીઆઈએફની મદદથી ખુદને એકસપ્રેસ કરી શકશો. વોટસએપ પર આ તમામ જીઆઈએફ ઉપસ્થિત છે જેમાંથી પસદં કરીને તમે મોકલી શકશો. હા, આમાં અનેક બજરંગી ભાઈજાનના જીઆઈએફ પણ છે.

અન્ય એક આકર્ષણ પર નજર કરીએ તો તમારો મેસેજ વાંચવામાં આવ્યો છે કે નહીં તે તો બ્લુ ટિકસ બતાવી જ દે છે પરંતુ કયારેક કયારેક એ પણ જાણવું જરૂરી બની જાય છે કે તેને કયારે વાંચવામાં આવ્યો છે. આ જાણવા માટે એ મેસેજ પર ટેપ કરી હોલ્ડ કરો અને પછી ઈન્ફો ઉપર ટેપ કરો. તમને ખબર પડી જશે કે એ મેસેજને કયારે વાંચવામાં આવ્યો છે. આઈઓએસમાં પણ તમે મેસેજ ને ટેપ કરી જમણી બાજુ ડ્રેગ કરશો તો જાણી શકાશે કે એ મેસેજને કયારે વાંચવામાં આવ્યો છે.

ફોન સ્વીચ કરવામાં જૂની ચેટ ખોવાથી બચાવો

યારે તમે નવા આઈફોન પર સ્વીચ કરો અથવા તમારો જૂનો એન્ડ્રોઈડ રિપ્લેસ કરો ત્યારે તમે તમારી ચેટ હિસ્ટ્રી હવે નવા ફોનમાં બહાલ કરી શકો છો. જો તમારા ફોનમાં માઈક્રો એસડી કાર્ડનો વિકલ્પ છે તો મેન્યુ–સેટિંગ્સ–ચેટ સેટિંગ્સ–બેકઅપ કોન્વર્ઝેશન પર જઈને તમારી જૂની ચેટનું બેકઅપ લઈ શકાય છે. કાર્ડને નવા ફોનમાં નાખીને વોટસએપ ઈન્સ્ટોલ કરો અને રિસ્ટોરનો વિકલ્પ દેખાવા પર રિસ્ટોર કરી લો.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Leave a Reply

Your email address will not be published.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com