શું ભાજપે ગુજરાત માટે દિલ્હીનું બલિદાન આપ્યું ?કોંગ્રેસને કેટલુ નુકસાન ? વિશ્લેષકોનું શુ માનવું છે ?

0
60

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ટ્રેન્ડ સામે આવી ગયો છે અને હવે તેનો સીધુજોડાણ દિલ્હી મહાનગર પાલિકાના પરિણામો સાથે હોવાનું કેટલાક વિશ્લેષકોનું માનવુ છે.
શું ભાજપ-આપએ મળીને કોંગ્રેસને મોટો ફટકો આપ્યો કે બીજું કંઈક? અહીં સમજો…

ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠકો માટે પ્રારંભિક વલણો બહાર આવી ગયા છે.
તે મુજબ, ભાજપે 150 બેઠકો પર લીડ જાળવી રાખી છે, જ્યારે કોંગ્રેસ માત્ર 19 બેઠકો પર છે. તે જ સમયે, આમ આદમી પાર્ટી નવ બેઠકો ઉપર રહી છે, જ્યારે અપક્ષોએ ચાર બેઠકો પર લીડ જાળવી રાખી છે. ગુજરાતમાં ભાજપ તરફી આ રેકોર્ડ બ્રેક મતદાને અટકળોને વેગ આપ્યો છે.
આમાં સૌથી વધુ ચર્ચા એ છે કે શું ભાજપે ગુજરાત માટે દિલ્હીનું બલિદાન આપ્યું છે ?

બીજી તરફ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિણામો ઉપર નજર નાખવામાં આવેતો દિલ્હીના 250 વોર્ડમાં આમ આદમી પાર્ટીએ 134 બેઠકો જીતી હતી, જ્યારે ભાજપ 104 બેઠકો પર ઘટી હતી. તે જ સમયે, કોંગ્રેસ ફક્ત નવ બેઠકો જીતી શકી હતી, જ્યારે ત્રણ બેઠકો અપક્ષ ઉમેદવારોના ખાતામાં રહી હતી. પરિણામે, આમ આદમી પાર્ટીએ તેની બીજી ચૂંટણીમાં MCDની સત્તા કબજે કરી, જ્યારે ભાજપે 15 વર્ષ પછી મ્યુનિસિપલ કોર્પોરેશનને વિદાય આપી. બીજી તરફ 2017ની ચૂંટણીની સરખામણીમાં કોંગ્રેસની હાલત વધુ દયનીય બની છે.

હવે આપણે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિણામો જોઈએ. દિલ્હીના 250 વોર્ડમાં આમ આદમી પાર્ટીએ 134 બેઠકો જીતી હતી, જ્યારે ભાજપ 104 બેઠકો પરજ સમેટાઈ ગઈ અને કોંગ્રેસ ફક્ત નવ બેઠકો જીતી શકી હતી, જ્યારે ત્રણ બેઠકો અપક્ષ ઉમેદવારોના ખાતામાં રહી હતી. પરિણામે, આમ આદમી પાર્ટીએ તેની બીજી ચૂંટણીમાં MCDની સત્તા કબજે કરી, જ્યારે ભાજપને 15 વર્ષના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા ગુમાવવાનો વારો આવ્યો.

હવે સવાલ એ થાય છે કે ભાજપે ગુજરાત માટે દિલ્હીનું બલિદાન કેવી રીતે આપ્યું? જો રાજકીય દૃષ્ટિકોણથી જોવામાં આવે તો દિલ્હીમાં MCD ચૂંટણી દરમિયાન, ભાજપ સંપૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતર્યું ન હતું અને PM મોદીએ ત્યાં એકપણ રેલી નથી કરી.
જ્યારે અમિત શાહ છેલ્લી ક્ષણે પોતાની રેલીમાં પહોંચ્યા ન હતા. દિલ્હીની જવાબદારી માત્ર રાજનાથ સિંહ, ગૌતમ ગંભીર અને અન્ય નેતાઓ પર જ રહી ગઈ હતી.

બીજી તરફ ગુજરાતમાં ભાજપે ખુબજ મહેનત કરી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 31 થી વધુ રેલીઓ કરી રાજ્યની 134 વિધાનસભા બેઠકોને આવરી લીધી હતી.
જો કે, છેલ્લી ઘડીએ કરેલો અમદાવાદમાં 50 કિલોમીટર લાંબો રોડ શો ખાસ હતો.
ગૃહ પ્રધાન અમિત શાહ 23 રેલીઓ કરી 108 બેઠકોને આવરી લઈ ભારે પ્રચાર કર્યો.

બીજી ખાસ વાત એ કે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ શરૂઆતના તબક્કામાં ગુજરાતમાં જોવા મળ્યા હતા, પરંતુ બીજા તબક્કાના મતદાન પહેલા તેમના હાવભાવ એવા હતા કે તેમણે રાજકીય ક્ષેત્રે પોતાનું સંપૂર્ણ ધ્યાન દિલ્હી તરફ વાળ્યું હતું.
બીજી તરફ કેજરીવાલનું સ્ટેન્ડ જોઈને પણ ભાજપે દિલ્હી તરફ ધ્યાન ન આપ્યું અને ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

હવે સવાલ એ ઊભો થાય છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના માત્ર ધક્કા ખાવાથી કોને ફાયદો થયો અને કોને નુકસાન? જો પ્રત્યક્ષ રીતે જોવામાં આવે તો અહીં માત્ર અને માત્ર કોંગ્રેસને જ નુકસાન વેઠવું પડ્યું હતું. વાસ્તવમાં, ગુજરાતની ચૂંટણીમાં પહેલીવાર પોતાનું નસીબ અજમાવી રહેલી આમ આદમી પાર્ટીને 13.2 ટકા વોટ શેર મળ્યો છે, જ્યારે ભાજપને 53.5 ટકા વોટ શેર મળ્યો છે. અહીં કોંગ્રેસનો વોટ શેર માત્ર 26.7 ટકા રહ્યો, જે 2017ની ચૂંટણીમાં 41.4 ટકા હતો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોય કે દિલ્હી MCDની વાત હોય, માત્ર કોંગ્રેસને નુકસાન થયું છે. બંને જગ્યાના પરિણામોથી સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપ અને આમ આદમી પાર્ટીની સામે કોંગ્રેસ હવે ત્રીજી પાર્ટી બની ગઈ છે. કોંગ્રેસે માત્ર MCD તેમજ ગુજરાતમાં બેઠકો ગુમાવી એટલું જ નહીં, પરંતુ તેનો વોટ શેર પણ નોંધપાત્ર રીતે ઘટ્યો. તેનું સીધુ કારણ એ છે કે કોંગ્રેસ પાસે એવો ચહેરો નથી, જે બંને ચૂંટણીમાં પાર્ટી માટે તાકાત બતાવી શકે.