શેરબજારમાં આજે મજબૂત શરૂઆત, સેન્સેક્સ 300 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 18100ને પાર

0
31

આજે સોમવારે સેન્સેક્સ 254 પોઈન્ટ ઉછળીને 60876 પોઈન્ટની સપાટીએ જ્યારે નિફ્ટી 90 પોઈન્ટ વધીને 18118 પોઈન્ટની સપાટીએ અને  બેંક નિફ્ટી 384 પોઈન્ટના ઉછાળા સાથે 42891 પોઈન્ટની સપાટીએ ખૂલ્યો હતો.

સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજાર જોરદાર ખુલ્યું. વૈશ્વિક તેજીની અસર બજાર પર જોવા મળી હતી. સોમવારે સેન્સેક્સ 254 પોઈન્ટ ઉછળીને 60876 પોઈન્ટની સપાટીએ, નિફ્ટી 90 પોઈન્ટ વધીને 18118 પોઈન્ટની સપાટીએ, જ્યારે બેંક નિફ્ટી 384 પોઈન્ટના ઉછાળા સાથે 42891 પોઈન્ટની સપાટીએ ખૂલ્યો હતો. નિફ્ટી બેન્ક, પીએસયુ બેન્ક અને મેટલ્સ સેક્ટરના શેરોએ શરૂઆતી કારોબારમાં મજબૂતી દર્શાવી હતી. સોમવારે પણ ડોલર સામે રૂપિયો મજબૂત રીતે ખુલ્યો હતો. રૂપિયો આજે 18 પૈસાના વધારા સાથે 80.94 પર ખુલ્યો છે. 1 ડિસેમ્બર પછી પહેલીવાર રૂપિયો 82ના સ્તરથી નીચે ગયો છે. વેપાર દરમિયાન રૂપિયો 80.88 સુધી મજબૂત થયો હતો, જે બે મહિનામાં ભારતીય ચલણનું સર્વોચ્ચ સ્તર છે.