સરકારની ઉદ્યોગો ઉપર ઉદારતા :- રાજ્યના 150 ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટને ડબલ ટેક્સેશનમાંથી મુક્તિ, કરોડો રૂપિયા પરત કરાશે

0
52

–મોટી રકમ પરત મળતાં વિવિધ એકમો હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટો સુધારો કરી શકશે,વડોદરામાં જ 5700 ઉદ્યોગોને ટેક્સના 100 કરોડ રૂપિયા પરત આપવાનો નિર્ણય થતા ઉદ્યોગપતિઓ ખુશહાલ

રાજ્યના 90,000 ઔદ્યોગિક એકમોને 400 કરોડના વાર્ષિક ટેક્સમાંથી 75% રકમ કોર્પોરેશન દ્વારા હવે પરત કરવા નિર્ણય લેવાતા ઉદ્યોગકારોને કરોડો રૂપિયાનો ફાયદો થશે.

વડોદરા મહા નગર પાલિકાના હદ વિસ્તારમાં આવતા 5700 જેટલાં ઉદ્યોગોને રૂ.100 કરોડનો હવે સીધો ફાયદો થશે.

મહત્ત્વનુ છે કે રાજ્ય સરકારના કોર્પોરેશન હદ વિસ્તારમાં આવતા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ડબલ ટેક્સેસનને લઈ ઉદ્યોગકારોને મોટો આર્થિક બોજ પડતો હતો જેમાંથી હવે મુક્તિ આપવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયને પગલે હવે રાજ્યના 150 જેટલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટને ડબલ ટેક્સેશનમાંથી મુક્તિ મળશે. રાજ્ય સરકાર દ્વારા થયેલા પરિપત્ર મુજબ કોર્પોરેશન દ્વારા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસેથી લેવાતા ટેક્સમાંથી 75% રકમ સ્થાનિક એકમોને પરત કરવી પડશે.

નોંધનીય છે કે રાજ્યના 90 હજાર ઉદ્યોગો દ્વારા વર્ષે 400 કરોડ રૂપિયા ટેક્સ ભરવામાં આવતો હતો.

જોકે,અમદાવાદની વાત કરવામાં આવે તો અહીંના નરોડા અને વટવા જીઆઇડીસીમાં છેલ્લા 10 વર્ષથી આ નિયમ અમલમાં છે. કારણકે અમદાવાદના ઔદ્યોગિક એકમો દ્વારા સુપ્રીમ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો અને તેમાં તેમને જીત મળી હતી જેને પગલે 10 વર્ષથી આ પ્રથા ત્યાં અમલમાં છે. સરકાર દ્વારા અમદાવાદની પેટર્ન તમામ રાજ્યમાં અમલ કરવાનો આદેશ કરાતા
હવે રાજ્યનાઅન્ય ઉદ્યોગો માટે આ જ નિયમ હવે અમલી બનશે અને 75 ટકા રકમ કોર્પોરેશન પરત આપશે.