સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, પગારમાં થશે આટલા ટકાનો વધારો

રાજ્યના સરકારી કર્મચારીઓને ઝડપથી સાતમા પગાર પંચનો લાભ આપવા સરકારે નિર્ણય લઈ લીધો છે

છેલ્લા એક વર્ષથી સરકાર તરફ નજર તાકીને બેસેલા રાજ્યના સરકારી-અર્ધસરકારી તેમ જ રિટાયર્ડ કર્મચારી માટે આનંદના સમાચાર છે. આ કર્મચારીઓને સાતમું વેતન પંચ આપવા સંદર્ભેનો અહેવાલ બક્ષી સમિતિએ બુધવારે રાજ્ય સરકારને સુપરત કર્યો હતો. બક્ષી સમિતિએ રજૂ કરેલા અહેવાલમાં કર્મચારીઓને પગારમાં 17 ટકાના વધારાની ભલામણ કરવામાં આવી છે. 1લી જાન્યુઆરી, 2016થી આ વધારો લાગુ કરવામાં આવશે. વેતનવધારાનો લાભ 25 લાખ કર્મચારી અને રિટાયર્ડ કર્મચારીઓને મળશે. ફેબ્રુઆરી, 2019માં આ વેતનવધારો કર્માચારીઓને મળશે.

રાજ્યના સરકારી કર્મચારીઓને ઝડપથી સાતમા પગાર પંચનો લાભ આપવા સરકારે નિર્ણય લઈ લીધો છે. સરકારના વર્તમાન કર્મચારીઓ, નિવૃત કર્મચારીઓ તેમજ અર્ધ સરકારી કર્મચારીઓને પણ સાતમા પગાર પંચના લાભ મળશે. આથી તેમના પગારમાં 17 ટકા જેટલો ધરખમ વધારો  કરવામાં આવે છે. આ કર્મચારીઓ માટે આનંદના સમાચાર એ છે કે આ વધારો વર્ષ 2016થી એટલે કે 1લી જાન્યુઆરી 2016થી આપવામાં આવશે. આ પગાર વધારા પેટે એરિયર્સ ફેબ્રુઆરી 2019માં આપવામાં આવશે. સરકારના આ નિર્ણય છે કે 25 લાખ જેટલાં કર્મચારીઓને લાભ મળશે. જો કે આ અહેવાલ હાલમાં સરકાર પાસે મંજૂરી માટે મોકલી દેવામાં આવ્યો છે. મંત્રીમંડળની મંજૂરી બાદ તેનો અમલ કરાશે.

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com