ગાંધીનગર ખાતે અનામત આંદોલન સમિતિ ના 11 સભ્યો અને સરકાર વચ્ચે યોજાયેલી બેઠક માં માત્ર વાતોના વડા જ થતાં કોઈ યોગ્ય નિર્ણય લઇ શકાયો ન હતો આ બેઠક પાંચ કલાક સુધી ચાલી હતી અને પાસના કન્વીનરો ને સાંભળવામાં આવ્યા જો કે, પાસ કન્વીનરો ની વાત સાંભળ્યા બાદ સરકાર તરફે હાજર પ્રતિનિધિઓ એ આ અંગે હાઈ કમાન્ડ ને રજૂઆત કરવાની હૈયા ધરપત અપાતા બેઠક બાદ હાર્દિક પટેલે આ બેઠક ને માત્ર ટાઈમ પાસ ગણાવી હતી અને સરકાર આ મુદ્દે ગંભીરતા નહિ દાખવે તો સોમવારથી આગળ ધપાવવાની જાહેરાત કરી હતી.