નવી દિલ્લી : સરકાર દ્વારા હવે નાણાં ની નકલ ને રોકવા માટે તેમજ નાણાં ને ટકાઉ બનાવા માટે સંસદ માં આજે નવો ખુલાસો કર્યો છે.રાજ્ય નાણાં મંત્રી અર્જુન રામ માઘવાલ સંસદ માં જણાવ્યું હતું હવે આવનારી બીજી નવી નોટ પ્લાસ્ટિક માં આવશે નોટ ના છાપકામ માટે સામગ્રી ની ખરીદી સરુ થઇ ગઈ છે.ઘણી નાકામ કોસીસ બાદ હવે સરકારે છેવટે પ્લાસ્ટિક ની નોટ બહાર પાડવાનું નક્કી કર્યું છે.વધુ માં માઘવાલ એ જણાવ્યું હતું કે આરબીઆઈ ને ડિસેમ્બર 2015 માં કેટલીક 1000 ની નોટ સેક્યુરીટી થ્રેડ વિના ની મળી હતી જે નાસિક ની પેપર મિલ માંથી પ્રિન્ટ થઇ હતી.