ગુજરાત ડિસેમ્બેર 12 : ગુજરાત સરકાર દ્વારા આગામી તારીખ 25 મી ડિસેમ્બર થી જન્મ લેનાર બાળકો નું સ્કેનિંગ કરવામાં આવશે આ પ્રક્રિયા પાછળ સરકારી સૂત્રો એ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં વર્ષે લગભગ 79000 જેટલા બાળકો જનમજીત ખામી સાથે જન્મે છે ત્યારે જન્મ સાથેજ ખામી ધરાવતા બાળકો ની ખામી જન્મ સાથે જ દૂર કરી શકાય તે માટે સરકાર દ્વારા અટલ સહજ યોજના અંતર્ગત તમામ બાળકો નું સ્કેનિંગ ફરજીયાત બનાવા માટે સરકારી અને ખાનગી હોસ્પિટલો એ પાલન કરવાનું રહેશે અને સ્કેનિંગ રિપોર્ટ આપવાની રહેશે જેનો ગુજરાત માં 25 ડિસેમ્બર થી પ્રારંભ થશે જે પ્રસૂતા ના બાળક નું સ્કેનિંગ થશે પછીજ તેને રજા આપી શકાશે.