દાનહ ના સંસદ નું નિધન થયું છે મુંબઇ માં આકસ્મિક અવસાન ની ખબર થી સનસનાટી ફેલાઈ છે પરિજનો મુંબઇ જવા રવાના થઈ ગયા છે, દાનહ ના સાંસદ મોહન ડેલકરનું આકસ્મિક નિધન થયા ની ખબર વહેતી થતા તેઓના સમર્થકો માં ભારે ચકચાર મચી ગઇ છે.
મુંબઈની મરિન ડ્રાઇવની સી-ગ્રીન હોટેલમાંથી દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ મળ્યો છે. હોટેલમાંથી ગુજરાતીમાં સ્યૂસાઈડ નોટ મળી છે. જેને પગલે તેમણે આપઘાત કર્યો હોવાની આશંકા છે. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા હતા. હાલ તેમના મોત અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
58 વર્ષીય મોહન ડેલકર દાદરા નગર હવેલીના અપક્ષ સાંસદ છે. 1989માં મોહન ડેલકર પહેલીવાર સાંસદ બન્યા હતા. તેઓ 7 ટર્મથી ચૂંટાતા હતા. મોહન ડેલકર ભારતીય નવશક્તિ પાર્ટી તરફથી પણ સંસદસભ્ય બન્યા હતા. વર્ષ 2009થી તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. પરંતુ 2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ અપક્ષ ચૂંટણી લડીને સાંસદ બન્યા હતા.સુસાઇડ નોટ માં શુ લખ્યું છે ? તે મુદ્દે અનેક અટકળો ફેલાઈ છે.
ડેલકર સામે CBI તપાસનો થવાની વાત પણ ચર્ચામાં હતી અને મોહન ડેલકરના સાથીઓ પર ACBની તપાસ ચાલી રહી હતીકોઈ મોટો ધડાકો થવાની શકયતા વ્યક્ત થઈ રહી છે.
પોલીસને પ્રાથમિક તપાસમાં મૃતદેહ પાસેથી એક સુસાઈડ નોટ માં શુ બહાર આવે છે તેની સામે મીટ મંડાઈ છે. જો કે, અત્યાર સુધી પોલીસે આ વાતની પુષ્ટિ કરી નથી. હાલ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે
નોંધનીય છે કે મોહન ડેલકરને ગૃહ મંત્રાલયની પરામર્શ કન્સ્લ્ટેટિવ કમિટીમાં સ્થાન મળ્યું હતું. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરને ગૃહ મંત્રાલયની પરામર્શ કન્સ્લ્ટેટિવ કમિટીમાં નિમણૂંક કરવામા આવી હતી. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલી આ કમિટીમા લોકસભા અને રાજ્યસભા મળી કુલ 28 જેટલા સાંસદોને સ્થાન આપવામા આવ્યું હતું. લોકસભાના 15 સિનિયર સાંસદોને આપવામાં આવેલ સ્થાનમાંથી મોહન ડેલકરને બીજા નંબરે સ્થાન આપવામા આવ્યું હતું.