સાણંદના ડે. કલેકટર રાજેન્દ્ર પટેલે વહેલી સવારે આપઘાત કરતા સનસનાટી : મોડી રાત સુધી ચૂંટણીના કામમાં વ્યસ્ત રહ્યા !!રહસ્ય અકબંધ

0
69

અમદાવાદ જિલ્લાના સાણંદમાં ડેપ્યુટી કલેકટર તરીકે ફરજ બજાવતા અને પ્રાંત અધિકારી એવા આર.કે પટેલે આજે વહેલી સવારે આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી ગઈ છે. હાલમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રાંત અધિકારી તરીકે તેઓ સતત વ્યસ્ત હતા અને મોડી રાત્રે 3 વાગ્યા સુધી સરકારી પ્રેસમાં બેલેટની કામગીરી પૂર્ણ કરીને વહેલી સવારે તેઓ ઘરે આવ્યા બાદ તેમણે ફ્લેટ પરથી પડતું મૂકીને આપઘાત કરી લેતા અનેક અટકળો વહેતી થઈ છે.

રાજેન્દ્ર પટેલ અહીંના નિર્મિત ફ્લોરા સોસાયટીના B-403 માં હજુ 15 દિવસ પહેલાં જ અહીં રહેવા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે, રાજેન્દ્ર પટેલે ફ્લેટના પાંચમા માળેથી કૂદીને આપઘાત કરી લીધો છે.

અંબાજી મંદિરના વહીવટદાર તરીકે વર્ષો સુધી ફરજ બજાવનાર આર.કે. પટેલ સરળ સ્વભાવના હતા. આ પ્રમાણિક અધિકારીને થોડાક સમય અગાઉ સાણંદ પ્રાત તરીકે મૂકવામા આવ્યા હતા. જ્યા તેઓ સખત ડિપ્રેશનમા રહેતા. છેલ્લા ચાર દિવસથી તેઓ મોડી રાત સુધી ચૂંટણીનુ કામ કરતા હતા તેઓ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ના વતની હતા.
પોલીસ વધુ તપાસ કરી રહી છે.