સાવરકર વિવાદ વચ્ચે પણ સંજય રાઉતને રાહુલ ગમવા માંડયા !! કહ્યું, “સચ્ચા દોસ્ત હૈ મેરા !!”

0
92

જેલમાંથી બહાર આવ્યા બાદ ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉત ફરી એકવાર રાજકારણમાં સક્રિય થઇ ગયા છે. તેઓ ફરીથી મીડિયામાં નિવેદનો આપી રહ્યા છે.
આ વખતે તેમણે રાહુલ ગાંધી વિશે નિવેદન આપ્યું છે.
તેમણે ભાજપના નેતાઓ પર નિશાન સાધવા સાથે રાહુલ ગાંધીને પોતાના સાચા મિત્ર ગણાવ્યા છે.
રાઉતે કહ્યું કે રાહુલ ગાંધી એવા વ્યક્તિ છે જે વૈચારિક અને રાજકીય મતભેદો હોવા છતાં મિત્ર તરીકે જોડાયેલા રહે છે. ભાજપમાં પણ મારા મિત્રો છે પણ હું જેલમાં હતો ત્યારે તેઓ ખુશ હતા, આ મુઘલ યુગની રાજનીતિ છે. રાઉતના નિવેદન પરથી લાગે છે કે હવે ઠાકરે જૂથ અને કોંગ્રેસ વચ્ચે બધુ બરાબર છે.

સંજય રાઉતે કહ્યું કે ભારત જોડો યાત્રામાં વ્યસ્ત હોવાછતાં રાહુલ ગાંધીએ ગઈ કાલે મને ફોન કરીને મારી ચિંતા કરી હતી. તેમણે કહ્યું કે અમને તમારી ચિંતા છે અને કહ્યું કે ધ્યાન રાખજો, અમે તમારી સાથે છીએ અને ફરીથી સાથે મળીને કામ કરીશું.

એવું લાગે છે કે ઉદ્ધવ જૂથના નેતાઓ સાવરકર પર આપેલા નિવેદનને ભૂલીને આગળ વધવા તૈયાર છે.
મહત્ત્વનું છે કે ગયા અઠવાડિયે, રાહુલ ગાંધીએ ભારત જોડો પ્રવાસ દરમ્યાન મહારાષ્ટ્રમાં હતા ત્યારે તેમણે વીર સાવરકર વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી જણાવ્યું હતું કે
વિનાયક દામોદર સાવરકરે અંગ્રેજોને મદદ કરી હતી. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે તેમણે જેલમાં રહીને માફીનામા પર હસ્તાક્ષર કરીને મહાત્મા ગાંધી અને અન્ય સમકાલીન ભારતીય નેતાઓ સાથે દગો કર્યો છે. રાહુલ ગાંધીએ મંગળવારે વાશિમ જિલ્લામાં આયોજિત રેલીમાં હિન્દુત્વના વિચારક સાવરકર પર પણ નિશાન સાધ્યું હતું.