સાવલીના ભાજપના ઉમેદવાર કેતન ઇનામદારે ચૂંટણીનું ફોર્મ ભરવા જનતા પાસે માંગ્યો ફાળો,લોકોએ રૂપિયાથી ચાદર છલકાવી દીધી !

0
33

ગુજરાતમાં વિધાનસભામી ચુંટણી આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે અને ડિકલેર ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે ત્યારે વડોદરા જિલ્લાની સાવલી બેઠક પર કેતન ઇનામદારને ભાજપે રિપિટ કરતા તેઓ હવે જનતાને મત આપવા અને ફાળો આપવા અપીલ કરતા લોકોએ પૈસા આપી તેમની ઝોળી છલકાવી દીધી હતી.

સાવલીમાં શિવ પાર્ટી પ્લોટમાં યોજાયેલા ભાજપ વિજય વિશ્વાસ સંમેલનમાં કેતન ઇનામદારે કહ્યું હતું કે મને ભગવાને ઘણું આપ્યું છે પણ આ વખતે ફોર્મ ભરવા માટે એકપણ રૂપિયાનો ખર્ચ હું મારા ખિસ્સામાંથી કરવાનો નથી, રૂપિયા તમારે આપવાના છે અને એક રૂપિયો, પાંચ રૂપિયા કે દસ રૂપિયા તમારી યથાશક્તિ પ્રમાણે તમે જે આપશો તે લેવાના છે.
કેતન ઇનામદારે લોકો પાસેથી યથાશક્તિ દાનની અપીલ કરતા કહ્યું હતું કે હું અહીં એક ચાદર મુકુ છું અને તમારી ઇચ્છા હોય એટલા રૂપિયા આપજો. ચક્રવૃદ્ઘિ વ્યાજ સાથે પાછું ના આપું તો મારુ નામ કેતન નહીં.

તેઓએ ઉમેર્યું કે મારા પહેલા પણ ધારાસભ્ય હતા અને મારા પછી પણ કોઇ ધારાસભ્ય બનશે. પરંતુ કોઇથી ધારાસભ્ય બનાશે પણ કોઈ ‘કેતન’ નહિ બની શકે.

અગાઉ હું કહેતો હતો કે હું 50 હજાર મતથી જીતીશ પણ હવે કહું છું કે હું 75 હજાર મતથી જીતીશ.
ગત વખત કરતા દોઢ ગણી લીડ આ વખતે રહેશે તેમ કહેતા લોકોએ તાળીઓ થી વધાવી લીધા હતા.