સીએમ ઉદ્ધવ રાજીનામું આપી શકે છે ! આદિત્યએ ટ્વિટર બાયોમાંથી મંત્રી પદ હટાવ્યું ! 

0
78

શિવસેનાના નેતા સંજય રાઉતે વિધાનસભા ભંગ કરવાના સંકેત આપ્યા બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. ભાજપના તમામ ધારાસભ્યો દેવેન્દ્ર ફડણવીસના ઘરે ભેગા થવા લાગ્યા છે.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ કોરોના સંક્રમિત થયા છે.
દરમિયાન, સીએમ ઉદ્ધવના પુત્ર અને રાજ્ય સરકારમાં મંત્રી આદિત્ય ઠાકરેએ તેમના ટ્વિટર બાયોમાંથી મંત્રી પદ હટાવી દીધું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપી શકે છે. તેમણે અત્યારે બપોરે 1 વાગ્યે કેબિનેટની બેઠક બોલાવી છે તે બાદ ચિત્ર સ્પષ્ટ થશે.