સુરતના આ પોલીસવાળાનો મહિને રૂ. 54,000 પગાર છતાં રૂ.2 હજારની લાંચ લેતા ઝડપાઇ ગયા !!

0
141

સુરતનારાંદેર પોલીસ સ્ટેશનના ASI સતીષ પટેલ રૂ.2000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા છે.
ASI સતિષભાઈ ને રૂ 54 હજારનો માસિક સરકારી પગાર મળતો હોવા છતાં તેઓ 2 હજારની લાંચમાં એસીબીના છટકામાં આબાદ ઝીલાઈ ગયા છે.

કાપડના વેપારીને ધરપકડ વોરંટમાં હેરાન ન કરવા માટે ASI સતીષે રૂ.2 હજારની લાંચની માંગણી કરી હોવાની વાત સામે આવી છે.
વિગતો મુજબ રાંદેર વિસ્તારમાં રહેતા કાપડના વેપારીનો કોર્ટમાંથી ધરપકડ વોરંટ ઇશ્યુ થયો હતો. આથી રાંદેર પોલીસના ASI સતીશ ડાહ્યા પટેલ(52)(રહે, ભગુનગર, મોરાભાગળ, રાંદેર, મૂળ રહે, બરબોધનગામ, ઓલપાડ) વેપારીના ઘરે ધરપકડ વોરંટની બજાવણી કરવા ગયા હતા જ્યાં વેપારીને હેરાન ન કરવા અને ધરપકડ વોરંટની બજાવણી ન કરવા માટે ASI સતીશે 2 હજારની લાંચ માંગી હતી. આથી વેપારીએ આ અંગે એસીબીને જાણ કરતા એસીબીએ છટકું ગોઠવી ASI સતીશ પટેલને રાંદેર જીલાની બ્રીજ નીચે ચાની કીટલી સામેથી 2 હજારની લાંચ લેતા રંગેહાથ પકડી પાડયા હતા.

ASI સતીશ પટેલ સમન્સ વોરંટ બજાવવાની ફરજ બજાવે છે. અને તેમને રિટાયર થવાના માત્ર 6 વર્ષ બાકી છે ત્યારેપણ શાંતિથી નોકરી કરવાને બદલે લાંચ લેવાના પ્રકરણમાં ફસાયા છે.
અગાઉ વેપારીને વોરંટની બજાવણી કરવા ગયા ત્યારે પણ લાંચીયા ASI સતીષ પટેલ 2-3 વાર 2 હજારની રકમ લઈ આવ્યા હોવાની વાત સામે આવી છે.

અઠવાડિયા પહેલા વેપારીને ઘરે ગયેલા PSI, 6 પોલીસકર્મીઓએ વેપારી ઘરે ન મળતા પરિવાર સાથે ખરાબ વર્તન કર્યુ હતું અને આખું ઘર ચેક કર્યું હોવાની વાત પણ સામે આવી છે
આમ,સુરતમાં આ કિસ્સાએ ભારે ચકચાર જગાવી હતી.