સુરતની જીવનજયોત ખાડીમાં ગેરકાયદે કેમિકલનો નિકાલ કરનારાઓને કોનું પીઠબળ ?

0
51

જીવનજયોત ખાડીમાં ગેરકાયદે કેમિકલનો નિકાલ કરનારા બિન્દાસ કેમ?

 –બેફામ બનેલા કેમિકલ માફિયાઓ કોના ખીલે કુદે છે? તે મૂળ તપાસનો વિષય છે, આ લોકો માટે નિયમો કેમ લાગુ પડતા નથી? આટલી ખુલ્લી દાદાગીરી કરનારાઓ સામે એક્શન કોણ લેશે?

–પાંડેસરા જીઆઈડીસીના સીઈટીપીના મુખ્ય ચેરમેન નારાયણ પ્રોસેસર્સના જીતુભાઈ વખારીયા અને પાંડેસરા જીઆઈડીસીના કમલવિજય તુલશ્યાન બન્નેમાંથી કોણ જવાબદારી સ્વીકારશે?

–પર્યાવરણ તેમજ પશુ-પક્ષીઓ સહિત માનવ જીવન માટે જોખમ ઉભું કરનાર આ ગેરકાયદે પ્રવૃત્તિ સામે કોણ પગલાં ભરશે ?

–કેમિકલ પધરાવી જાનમાલ માટે જોખમ બનેલાઓ એક વાત નોંધીલે કે છેવટ સુધી આ અભિયાન ચલાવવા સત્યડે કટિબદ્ધ છે

–ગાંધીનગરમાં બેઠેલા જવાબદાર સરકારી વિભાગ આ મામલે દરમિયાનગીરી કરી તળિયા ઝાટક તપાસ કરાવે અન્યથા પ્રજાનો ભરોસો ઉઠી જશે

–પર્યાવરણની ઘોર ખોદનાર તત્વો જેરીતે બિન્દાસ જણાય રહયા છે તે જોતાં તેમની પાછળ કઈ મોટી ટોપીઓનો હાથ છે કે કેમ તે વાત પણ તપાસનો વિષય છે

સુરતમાં પાંડેસરાના સીઈટીપી પ્લાન્ટ નજીકમાં આવેલી જીવન જ્યોત ખાડીમાં ખુલ્લેઆમ ટ્રીટ કર્યા વગરનું ઝેરી પાણી ખાડીમાં છોડવામાં આવી રહ્યું છે જે અંગે સત્યડેની ટીમે સ્થળ ઉપર જઈ તપાસ કર્યા બાદ તે અંગે અહેવાલો પ્રકાશીત કર્યા બાદ પણ જીપીસીબી દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હોવાનું જણાય રહ્યું છે આ પ્રદુષણ મામલે કોણ જવાબદાર છે તે અંગે તપાસ કરી પગલાં નહિ ભરવામાં આવતા મામલો ઠેરનો ઠેર રહ્યો હોવાનું જણાય રહ્યું છે.

પાંડેસરા જીઆઇડીસીના કેટલાક એકમોને જાણેકે કેમીકલયુક્ત પાણી છોડાવાની પરમિશન આપી દેવામાં આવી હોય તેમ ગેરકાયદે પાણી છોડવામાં આવી રહ્યું છે પરિણામે અહીં તીવ્ર દુર્ગંધ આવી રહી છે.
કેમિકલ મીશ્રીત પાણીના સંપર્કમાં આવતા અહીં અગાઉ ઢોરના પણ મૃત્યુ થયા હોવાનું કહેવાય છે અને પર્યાવરણ તેમજ પશુ-પક્ષીઓ સહિત માનવ જીવન માટે જોખમ ઉભું કરનાર આ ગેરકાયદે પ્રવૃત્તિ સામે કોણ પગલાં ભરશે ? તે મુદ્દો હવે જનતામાં ચર્ચાનો વિષય બન્યો છે સ્થાનિક લોકોમાં અગાઉથી ફરિયાદો હોવા છતાં હજુપણ કાયમી કોઈ ઉકેલ આવતો નથી અને પરિસ્થિતિ ઠેરનીઠેર રહેતા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.

આ મામલે પાંડેસરા જીઆઈડીસીના સીઈટીપીના મુખ્ય ચેરમેન નારાયણ પ્રોસેસર્સના જીતુભાઈ વખારીયા અને પાંડેસરા જીઆઈડીસીના કમલવિજય
તુલશ્યાન બન્નેમાંથી કોણ જવાબદારી સ્વીકારશે?તે વાત હવે મુખ્ય બની ગઈ છે.
પોલ્યુશન વિભાગ પણ આ મેટરમાં તપાસ કરેતો ખાડીમાં છોડવામાં આવતા કેમિકલ યુક્ત પાણી અંગે ચોંકાવનારી વાત બહાર આવી શકે તેમ છે.
નિયમ મુજબ ટ્રીટ કર્યા વિનાનું પાણી ખાડીમાં છોડવામાં આવી રહ્યું હોવાની વાત વચ્ચે પર્યાવરણની ઘોર ખોદનાર તત્વો હવે બિન્દાસ બન્યા છે ત્યારે તેની પાછળ કઈ મોટી ટોપીઓનો હાથ છે તે વાત પણ તપાસનો વિષય બની છે.
સત્યડે ગાંધીનગરમાં બેઠેલા જવાબદાર સરકારી વિભાગના અધિકારીઓ આ મામલે દરમિયાનગીરી કરી તળિયા ઝાટક તપાસ કરાવે તે જરૂરી બન્યું છે નહીતો પ્રજાનો ભરોસો ઉઠી જશે.

પાંડેસરા જીઆઇડીસીમાં 100થી વધુ ડાઈંગ મીલો તેમજ 45 જેટલા કેમિકલ યુનિટો આવેલા છે ત્યારે ટ્રીટ કર્યા વગર કેમિકલ યુક્ત પાણીનો ખાડીમાં નિકાલ કરવાના પ્રકરણમાં હજુપણ તપાસ નહિ થતા અનેક સવાલ ઉઠ્યા છે અને રહસ્ય સર્જાયું છે.
ખાડીમાં નિયમ વિરુદ્ધ કેમિકલ પધરાવનારા જે રીતે બિન્દાસ જણાય રહયા છે તે વાત ઘણું બધું કહી જાય છે પણ આ લોકો જાણી લે કે છેવટ સુધી આ અભિયાન ચલાવવા સત્યડે કટિબદ્ધ છે (ક્રમશ:)