સુરતમાં રહેતી સુમેરા નામની આતંકવાદી સંગઠન ISKP સાથે સંપર્ક ધરાવતી મહિલાને ATSની ટીમે સુરતથી ઝડપી લીધા બાદ મોટો ખુલાસો થયો છે.
પોરબંદરમાં ATSની ટીમે 4 શખ્સોની ધરપકડ કરી હોવાના અહેવાલો છે.
ઝડપાયેલા શખ્સોનું આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન સાથે સાંઠગાઠ હોવાનું મનાય છે. ATSના ડીઆઇજી દિપેન ભદ્રન સહિત SP સુનિલ જોષી, DYSP કે કે પટેલ, DYSP શંકર ચૉધરી સહિતના અધિકારીઓ અને ટીમે પોરબંદરમાં ધામા નાખી ઇન્વેસ્ટિગેશન કરી આ ઓપરેશન પાર પાડ્યું હતું.
ATSને ઈનપુર મળતા છેલ્લા કેટલાક દિવસોથી પોરબંદર તથા આસપાસના વિસ્તારોમાં નજર રાખી રહી હતી અને મોકો મળતાજ આતંકી સંગઠન સાથે સંકળાયેલા વિદેશી નાગરિક સહિત ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે.
આ ચાર પૈકી આતંકવાદી સંગઠન ISKP સાથે સંપર્ક ધરાવતી મહિલાને ATSની ટીમે સુરતથી ઝડપી લીધી છે.
એટીએસ દ્વારા સુરત પોલીસની મદદથી લાલગેટ વિસ્તારમાંથી સુમેરા નામની મહિલાની અટકાયત કરવામાં આવ્યા બાદ આ મહિલાને પોરબંદર લઈ જવાઈ હતી જ્યાં અન્ય ઈસમોને ઝડપી લેવાયા છે.
આજે ATS અથવા ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ સમગ્ર ઓપરેશન અંગે જાહેરાત કરે તેવી શકયતા વ્યક્ત થઈ રહી છે.