સુરતમાં અંજુમ દૌલા સહિતના હોલસેલરો ફરી સક્રિય!આઈફોન માર્કેટમાં સરકારને કરોડોનો ચૂનો!

0
53

દુબઈ થી મોબાઇલ આવે ત્યારે કસ્ટમ વિભાગના અધિકારીઓએ શું કરે છે?

–મોબાઇલ ગુજરાતમાં આવી જાય અને ધંધો શરૂ થઈ જાય ત્યાં સુધી GST અધિકારીઓ શું કરે છે ?

–લોકલ પોલીસ પણ અજાણ કેમ? ED ને પણ જાણે કે આ કરોડોના વ્યવહારમાં કોઈ રસજ નથી?

ગુજરાતમાં કરોડો રૂપિયાની જીએસટી ચોરી કરી આઈફોન માર્કેટ દાણચોરીથી ધમધમી રહ્યું છે સુરતમાં સૌથી મોટું નામ અંજુમ દૌલાનું છે,હાલ દૌલા સહિત સુરત ના હોલસેલરો સક્રિય થયા છે.

સુરતમાં દૌલા અંજુમ દ્વારા મોટાપાયે આઇફોન વેચાણમાં જીએસટી ચોરી કરવામાં આવી રહી હોવા મામલે સત્યડેમાં અગાઉ અહેવાલો આવ્યા બાદ સબંધિત વર્તુળોમાં ભારે ચિંતા ઉભી થઇ હતી પણ ફરી આ ધંધો શરૂ થયો હોવાની વાતો ચર્ચામાં આવી છે. હવાલા મારફતે મોટા ખેલ કરવામાં આવી રહયા છે જે અંગે તપાસ કરવામાં આવેતો સત્ય બહાર આવી શકે તેમ છે.

અતિ મોંઘા ફોન જે રૂપિયા પચાસ હજાર સુધીમાં વેચાય છે તેનો પચાસ ટકા હિસ્સો દાણચોરી દ્વારા ઘુસાડવામાં આવતા હોવાના કારણે સરકારી તિજોરીને કરોડોનું નુકસાન થઇ રહ્યું છે,જેમાં મુખ્યત્વે 12 ટકા જીએસટીની ચોરી તેમજ 20 ટકા બેઝિક કસ્ટમ ડયુટીનો સમાવેશ થાય છે.

મુંબઈ, કલકત્તા,અમદાવાદ , ચેન્નાઇ એરપોર્ટ પર ઉતારવામાં આવતો માલ સીધો કેશમાં નિકાલ થઈ થયાની વાતો માર્કેટમાં ચર્ચાનો વિષય બની છે.

દુબઈ થી આવતા મોબાઇલ ના પૈસાનો વહેવાર કેવી રીતે થઇ રહ્યો છે તે વાત હવે તપાસનો વિષય બની છે.

દુબઈ થી મોબાઇલ આવે ત્યારે કસ્ટમ વિભાગના અધિકારીઓએ શું કરે છે? મોબાઇલ ગુજરતમાં આવી જાય ત્યારે GST અધિકારીઓ શું કરે છે ?લોકલ પોલીસ પણ જાણે આખો બંધ કરી જોતી હોય એમ જણાઈ રહ્યું છે અને ED ને પણ જાણે કે આ કરોડોના વ્યવહારમાં કોઈ રસજ નહી હોવાનું જણાય રહ્યું છે.

સુરતમાં અંજુમ ખુબજ જાણીતું નામ છે અને દુબઈ થી વહીવટ થઈ રહ્યાની ચોંકાવનારી વાતો ચર્ચામાં રહી છે આટલો મોટો કારોબાર અને કરોડો રૂપિયાનો ધંધો કરી સરકારી તિજોરીને નુકશાન પહોંચતુ હોવાનું જો ચર્ચાતું હોય અને જવાબદાર અધિકારીઓ અજાણ હોય તે વાત તેથી પણ વધુ ચોંકાવનારી છે.
સુરતમાં આઇફોન માર્કેટમાં કથિત રીતે જીએસટી વગર ધંધો કરતા દૌલા અંજુમ ભારે ચર્ચામાં રહ્યો છે.