સુરતમાં આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો બાખડયા ! અનેક વાહનોના કાચ તૂટ્યા કેટલાકને પથ્થરો વાગ્યા ! મચી નાસભાગ

0
22

રાજ્યમાં ચુંટણીઓ નજીક આવતા રાજકીય પાર્ટીઓમાં પ્રચાર અને સભાઓ શરૂ થઈ છે અને હવે ઘર્ષણની ઘટનાઓ પણ સામે આવી રહી છે સુરતમાં આપ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો વચ્ચે અથડામણ સર્જાતા પોલીસખાતું દોડતું થઈ ગયું છે.

સુરતના કિરણ ચોક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને AAPની સભા પૂર્ણ થયા બાદ ભાજપ કાર્યાલય પર બબાલ થઈ હતી જેમાં સામસામે પથ્થરમારો થતા ભારે નાસભાગ મચી હતી.
સરથાણા યોગીચોક પાસે ભાજપ અને આપના કાર્યકરો સામસામે આવી જતા પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારાને પગલે અનેક ગાડીઓના કાચ તૂટ્યા હતા.

બનાવની જાણ થતા પોલીસ અને CRPFની ટીમો પણ સ્થળ ઉપર દોડી ગઈ હતી. આ ઘટનામાં કેટલાક કાર્યકર્તાઓને ઇજા થઇ હતી. પોલીસે સમગ્ર મામલો કાબૂમાં લીધો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અત્રે નોંધનીય છે કે સુરત શહેરની 12 બેઠકો પર તમામ રાજકીય પક્ષોએ પ્રચાર શરુ કરી દીધો છે. તમામ બેઠકો પર ગત ચૂંટણીના પરિણામ અને નવી મતદાર યાદી પર નજર કરીએ તો તમામ વિધાનસભા વિસ્તારમાં મતદારો વધ્યા છે.શહેરની 6 બેઠકો તો એવી છે જ્યાં નવા મતદારોની સંખ્યા ગત ચૂંટણીમાં વિજેતા ઉમેદવારને મળેલી લીડ કરતા પણ વધુ છે.
અહીં આપ ભાજપ વચ્ચે મુખ્ય મુકાબલો જોવા મળી રહ્યો છે અને સંઘર્ષ થવાના એધાણ વર્તાઈ રહયા છે.