સુરતમાં ધુળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી, યુવાનોમાં જોવા મળ્યો અનોખો તરવરાટ

0
32

દક્ષિણ ગુજરાતમાં પણ રંગોના પર્વ ધુળેટીની ઉજવણી ભારે હર્ષોલ્લાસ વચ્ચે થઈ રહી છે.
સુરત શહેરમાં લોકો સવારથી જ કામ ધંધા સ્થળે રજા રાખી રંગોનું પર્વ મનાવવા બજારોમાં નીકળી પડયા છે અને લોકો અબીલ, ગુલાલ અને પ્રાકૃતિક રંગોની છોળો સાથે ધુળેટી મનાવી રહયા છે.
સુરત શહેરમાં ઠેરઠેર મડ ફેસ્ટ, રેઇન ડાન્સ પાર્ટીના આયોજન થયા છે જ્યારે સોસાયટીઓમાં પણ ગ્રાન્ડ સેલિબ્રેશનના આયોજનો કરવામાં આવ્યા છે.

સોસાયટી અને પાર્ટીપ્લોટમાં રેઇન ડાન્સ, ડીજે, મડ ફેસ્ટના આયોજનો વચ્ચે લોકો મસ્તીથી રંગોના તહેવારની ઉજવણી કરી રહયા છે.
આ સિવાય ફાર્મહાઉસમાં પણ પાર્ટીના આયોજન થયા છે. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુવાનો રેઇન ડાન્સ પાર્ટીમાં પરિવાર તેમજ મિત્રો સાથે ધુળેટી પર્વની ભવ્ય ઉજવણી કરી રહ્યા છે.

સુરતમાં ધૂળેટીના પર્વ નિમિત્તે કોમર્શિયલ આયોજનો કરવામાં આવ્યા છે, જેમાં ડાન્સ અને બબલ્સ ધુળેટી સહિતની અલગ અલગ થીમ માં યુવાનો ખૂબ જ મસ્તીથી ઉજવણી કરી રહયા છે.
આ યુવાનો પોતાના વિસ્તારમાં સ્થાનિક લોકો સાથે ઉજવણી કર્યા બાદ કોમર્શિયલ આયોજનમાં હોળી-ધુળેટી મનાવવા પહોંચી ગયા છે.