સુરતમાં બિલ્ડર લોબી અને ડાયમન્ડ સેક્ટરમાં IT ની રેડ ; મતદાનના બીજાજ દિવસે રેડ થતાં ફફડાટ

0
51

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ આજે વહેલી સવારે છ વાગ્યાથી આઈટીની ટીમો ડાયમન્ડ સેક્ટર અને બિલ્ડર લોબીમાં આઈટીની100થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ દ્વારા રેડ પડતા સબંધીતો દોડતા થઈ ગયા છે, સુરત સહિત મુંબઈમાં પણ આ રેડનો રેલો પહોંચ્યો છે.

સુરતના હીરા ઉદ્યોગમાં મોટું નામ એવા અરવિંદ ધાનેરાના ધાનેરા ગ્રુપ અને તેમની સાથે સંકળાયેલા બે બિલ્ડરો નરેશ વીડિયો અને હિંમતભાઈના રહેઠાણ ઉપરાંત ઓફિસો તથા બિલ્ડિંગ સાઈટોને પણ દરોડામાં આવરી લેવામાં આવી છે.

સુરત શહેરમાં વેસુથી લઈને હીરા ઉદ્યોગકારોનાં નિવાસસ્થાને અને બિલ્ડરની ઓફિસથી લઈને ઘર સુધીનાં અલગ અલગ 40 જેટલાં સ્થળોએ દરોડા કાર્યવાહી ચાલી રહી છે અને મોટી રકમના બિનહિસાબી વ્યવહારો તથા કરચોરી પકડાવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.
ધાનેરા ગ્રુપના અરવિંદ અજબાની સહિતના ભાગીદારોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.

મતદાનના બીજા જ દિવસે રેડ પડતાં લોકોમાં ચર્ચા વહેતી થઈ છે કે આ વખતે બિલ્ડરલોબી અને હીરા ઉદ્યોગકારો દ્વારા સહકાર નહિ મળતા રેડ પડી હોવાની વાતો ચાલી રહી છે.
ધાનેરા ગ્રુપના અરવિંદ અજબાની સહિતના ભાગીદારોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.

બિલ્ડરલોબી દ્વારા બ્લેકમાં કરાયેલા ધંધા તથા હીરા ઉદ્યોગમાં હાલ મંદી હોવા છતાં દિવાળી પહેલાં દબાવી રાખવામાં આવેલા નફાને લઈને બેનામી સંપત્તિ મોટી માત્રામાં બહાર આવે એવી શકયતા વ્યક્ત થઈ રહી છે.