સુરતમાં બેકાર રત્ન કલાકાર રૂ.88 લાખની રેન્જ રોવર લેવા શો રૂમ ઉપર પહોંચ્યો!! પછી જે થયું તે જોઈ શોરૂમના મેનેજરના મોતીયા મરી ગયા!!!

0
76

સુરતમાં હીરાના કારખાનામાંથી નોકરી છૂટી જતાં બેકાર ફરી રહેલા મોટા વરાછાની સાંઈ દર્શન સંકુલમાં રહેતા યુવાન રોનક દિલીપ ચોવટિયાને મોંઘી કારમાં ફરવાનું મન થતાં તે ડુમસ રોડના નવજીવન લકઝરીયા કારના જગુઆર-લેન્ડ રોવર કારના શોરૂમમાં પહોંચી ગયો હતો જ્યાં તેણે રૂ.4 કરોડની કાર લેવાની વાત કરી પરત આવી ગયો હતો.

બીજા દિવસે 17મી માર્ચે ફરી રોનક શો રૂમ ઉપર પહોંચ્યો હતો અને 4 કરોડની કારને બદલે રૂ. 88 લાખની રેન્જ રોવર કાર લેવાની વાત કરી રૂ. 2 લાખનો ચેક આપી કારની ટ્રેસ્ટ ડ્રાઇવ માટે વાત કરતાં શોરૂમના કર્મચારીએ રેન્જ રોવર કારમાં બાજુની સીટ પર બેસી રોનકને કાર ચલાવવા આપી હતી.

દરમિયાન મોંઘી કાર જોઈને રત્નકલાકાર રોનક ફોર્મમાં આવી ગયો હતો અને કાર ફુલસ્પીડમાં ભગાવી મુકતા સર્વિસ રોડ પર પાર્ક કરેલી બે કારને અડફેટે લીધી હતી અને રેન્જ રોવર કાર ફુટપાથ ચઢાવી દીધી હતી.જે બન્ને કારને અડફેટે લીધી તે કાર શોરૂમમાં નોકરી કરતા કર્મચારીઓની હતી.

રેન્જ રોવર કારને એક્સિડેન્ટમાં 10 લાખનું ઉપરાંત બે કર્મચારીઓની કારોને નુકશાન કર્યુ હતું.
ઘટનાને પગલે શોરૂમના મેનેજર આકાશ સુનિલ શાહએ ઉમરા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે ચાલક રોનક ચોવટીયા સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.

અકસ્માત સર્જનાર 24 વર્ષીય આરોપી રોનક ચોવટીયાનો પિતા વરાછામાં પાનનો ગલ્લો ચલાવે છે, રોનલ પહેલા હીરાના કારખાનામાં નોકરી કરતો હતો અને હાલમાં બેકાર છે. આરોપીએ કાર ચલાવવાના શોખમાં ટેસ્ટ ડ્રાઇવ લેવા ગયો હોવાની કબૂલાત આપી હતી.