સુરતમાં રાજહંસ ગ્રુપ દ્વારા ખાલસા થયેલી જમીન ઉપર ઉભા થયેલા પ્રોજેકટ મામલે વિવાદ

0
45

1986માં ખાલસા થયેલી જમીનનો હેતુફેર કેવી રીતે થઈ ગયો? તે વાતની સત્યતા જાણવા લોકોમાં ઉત્સુકતા

સુરતના છેવાડે આવેલા પલસાણાના બલેશ્વર ખાતે
રાજહંસ ગ્રુપ દ્વારા જે જગ્યા ઉપર બાંધકામ થયું છે તેમાં ગોબચારી આચરવામાં આવી હોવાની બૂમ ઉઠવા પામી છે.

આ જમીન ૧૯૮૬માં શરતભંગ બદલ ખાલસા કરવામાં આવી હોવાની વાત પ્રકાશમાંઆવતા સબંધિત વર્તુળો શંકાના પરિઘમાં આવી ગયા છે.

વિગતો મુજબ રાજહંસ ઈન્ફ્રાકોમ (ઈન્ડિયા) પ્રા.લિ. કંપની દ્વારા પલસાણાના બલેશ્વર સ્થિત ઈસરોલી ગ્રામપંચાયત હદ વિસ્તારમાં આવેલી જમીનના સરવેનં. ૩૨૯, ૩૩૦, ૩૩૧ તેમજ ૩૩૨ ઉપર બાંધકામ શરૂ કર્યું હતું.

રાજહંસ દ્વારા જે જગ્યાએ કોમર્શિયલ બાંધકામ શરૂ થયું છે તેની નજીકમાંજ કુદરતી ખાડી પસાર થતી હોવા છતાં કુદરતી પાણીના પ્રવાહને અવરોધવા માટે બિનઅધિકૃત રીતે પુરાણ કરીને નિયમોનો ભંગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

ઉપરાંત આ જગ્યા ૧૯૮૬માં કલેક્ટરે ખાલસા જાહેર કરીને સરકાર હસ્તક લઈ લીધી હોવાની વાત છતાં તેના ઉપર પ્રોજેકટનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે અને ૧૨ ડિસેમ્બર ૧૯૮૬ના રોજ કલેક્ટરે ચારેય નંબર ખાલસા
જાહેર કરીને સરકાર હસ્તક લઈ લીધા હતા જે ૨૦૧૭ સુધી આ ચારેય સરવે નંબર સરકારી જમીન તરીકે જ રેકર્ડ પર ઉપલબ્ધ હતા.
જો આ જમીન સરકારી હતી તો તેને છૂટી કરવાની શું પ્રક્રિયા
થઈ તે કેવી રીતે અને ક્યારે થઈ તેમજ આ અંગે સાચું શુ છે તે વાત બહાર આવે તોજ સત્ય બહાર આવી શકે તેમ છે.