સુરતમાં સાત બેઠકો ઉપર “આપ”ના ઝાડુની અસર વધતા ભાજપના દિગ્ગજ નેતાઓ સુરતમાં ઉતર્યા !આપ અને ભાજપ વચ્ચે મુખ્ય ટકકર 

0
69

ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીના વિજયની શરૂઆત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ દરમિયાન થઈ જેતે સમયે 6 વોર્ડની ચાર-ચાર મળીને 24 બેઠકો પર જીત મેળવવા ઉપરાંત જ્યારે બે વોર્ડમાં ભાજપની પેનલ તોડીને સુરતમાં આમ આદમી પાર્ટીના 27 ઉમેદવારો જીત્યા ત્યારથી ભાજપ માટે આપ એક વિપક્ષની ભૂમિકામાં હોય હવે વિધાનસભાની ચૂંટણી દરમિયાન જો AAP સુરતમાં ગાબડું પાડે તો નુકસાન સૌરાષ્ટ્રમાં થાય એવું અનુમાન છે.

આ કારણે જ ભાજપે અત્યારથી મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણી જેવા કદાવર નેતાઓને સુરતમાંવરાછા-કતારગામમાં ઉતારી દીધા છે.

હાલ,આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકામાં વિપક્ષનું મજબૂત સ્થાન જાળવી રાખ્યું છે.

સાથે જ સુરતની સાતેક બેઠકો પર AAP મજબૂતીથી આગળ વધી રહી હોવાના પણ મિડિયા રીપોર્ટસ છે. વરાછા-કતારગામ સહિતના વિસ્તારોમાં સૌરાષ્ટ્રીયન પાટીદારો આપ તરફ ઝુકાવ ધરાવતા હોવાનું કહેવાય છે. હવે અહીં જો ભાજપમાં ગાબડું પડે તો તેની સીધી અસર ભાવનગર-અમરેલી સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારમાં પડી શકે છે જ્યાં 47 સીટ ઉપર અસર થઈ શકે તેમ હોય ભાજપે સૌરાષ્ટ્રના મોટા નેતાઓએ સુરતમાં અવર જવર અને મુલાકાત વધારી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ સુરત ઉપર ફોકસ વધારી રહ્યા હોવાનું વિશ્લેષકો નું માનવું છે.