સુરતમાં 6 વર્ષની માસૂમ બાળાનાં કપડાં ઉતારી 28 વર્ષના ઢાંઢો રેપ કરે તે પહેલાંજ લોકો પહોંચી ગયા! કરી ધોલાઈ

0
23

સુરતમાં બળાત્કારની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે ત્યારે પાંડેસરા શ્રમ વિસ્તારમાં રહેતી 6 વર્ષની બાળકી પર પડોશમાં રહેતા નરાધમે બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો.

બાળાને નરાધમ પોતાના રૂમમાં લઈ ગયો હતો બરાબર તેજ વખતે બાળા નજરે નહિ પડતા નાનીએ પડોશીની રૂમની બારી ખખડાવતા તે ખુલી ગઈ હતી અને રૂમમાં જોતા નરાધમ પોતે નગ્ન હતો સાથે બાળકીના પણ કપડાં કાઢી નાખ્યા હોવાનું દ્રશ્ય જોઈ ગભરાઈ ગયેલી નાનીએ આજુબાજુમાં રહેતા લોકોને જાણ કરતા લોકોએ રૂમનો દરવાજો ખોલાવી પડોશીની બરાબરની ધોલાઈ કરી 100 નંબર પોલીસને જાણ કરતા પાંડેસરા પોલીસ દોડી આવી હતી. હવસખોર પડોશી અનિરુદ્ધ અનુજ અમરલાલસીંગ(28)ને ઝડપી લઈ પોલીસે છેડતી અને પોક્સો એક્ટની કલમો હેઠળ કાર્યવાહી કરી હતી.
આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ જવા પામી હતી.