સુરત-નવસારી પંથકમાં બેફામ બનેલા ગેરકાયદે ઈંટના ભઠ્ઠા ચલાવતા તત્વો સામે તંત્ર ઘૂંટણીએ પડી ગયું! નઝીર અને ભૂરાનો ભઠ્ઠો ચર્ચામાં,અન્ય નામો પણ ખુલ્લા પડાશે!

0
107

સુરત-નવસારી પંથકમાં બેફામ બનેલા ગેરકાયદે ઈંટના ભઠ્ઠા ચલાવતા તત્વો સામે તંત્ર ઘૂંટણીએ પડી ગયું! નઝીર અને ભૂરા શેઠનો છોકરો કાસમ ભારે ચર્ચામાં આવ્યા છે.

–પ્રદુષણ વિભાગે પણ આંખો બંધ કરી લેતા આ વિભાગો પણ શંકાના દાયરામાં આવી ગયા છે અને સત્યડે આવા તત્વોને જાહેરમાં ખુલ્લા પાડશે.

–અહીંની જમીનો ખોદી ગેરકાયદે માટી ખનન કરી ઈંટો તૈયાર કરી કેમિકલમાં પકવી એક નંગ ઈંટ આઠ કે તેથી વધુના ભાવે જથ્થાબંધ વેચી તગડી કમાણી કરવામાં આવી રહી છે.

દક્ષિણ ગુજરાતની કિંમતી જમીનો અને પર્યાવરણનું નિકંદન કાઢનારા ગેરકાયદે ઈંટના ભઠ્ઠાઓ સામે ક્યારે પગલાં ભરાશે તે કહેવું મુશ્કેલ છે અને સુરત જિલ્લા હદ વિસ્તારથી લઈ નવસારીના કછોલી, કપ્લેથા અને લાજપોર નજીકના વિસ્તાર સહિત ડાભેલ, આસણા અને ચોખડ ગામ વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદે ઈંટના ભઠ્ઠાઓ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કે ભૂસ્તર વિભાગને દેખાતા નથી.
ઈંટના ભઠ્ઠાના ધંધામાં નઝીર અને ભૂરા શેઠનો છોકરો કાસીમ પણ ભારે ચર્ચામાં આવ્યો છે અન્ય ઈસમો પણ અહી ગેરકાયદે ધંધા કરી રહયા છે જેઓના નામો ખુલ્લા પાડવામાં આવશે.

ગેરકાયદે જાકુબીના ધંધા અહીં બેરોકટોક ચાલી રહયા છે છતાં તંત્ર ચૂપ છે,ભઠ્ઠાઓમાં ઈંટ પકવવા માટે પોલાસ્ટિક સહીત ઝેરી કેમિકલનો ઉપયોગ થઈ રહ્યાની વાત છતાં તંત્ર ચૂપ છે.
અહીંની જમીનો ખોદી ગેરકાયદે માટી ખનન કરી ઈંટો તૈયાર કરી કેમિકલમાં પકવી એક નંગ ઈંટ આઠ કે તેથી વધુના ભાવે જથ્થાબંધ વેચી તગડી કમાણી કરવામાં આવી રહી છે.

મોટા ભાગના કિસ્સામાં કોઈપણ પ્રકારની પરવાનગી વિના ઈંટના ભઠ્ઠા ચલાવી રહ્યાં હોય અને ખેતી લાયક
જમીનો અને પર્યાવરણને નુકશાન પહોંચી રહ્યું છે અને ભઠ્ઠાઓમાં ઈંટ પકવવા માટે પોલાસ્ટિક સહીત ઝેરી કેમિકલનો ઉપયોગ થઈ રહ્યો હોવા છતાં તંત્રની ચૂપકીદી ઉડીને આંખે વળગે તેવી છે.

આ વિસ્તારમાં ભારે પ્રદૂષણ ફેલાવી રહેલા ઈંટ ભઠ્ઠાઓ સામે ખાણ ખનિજ વિભાગ અને મહેસૂલ વિભાગ દ્વારા તપાસ નહિ થતા બધું બેરોકટોક ચાલી રહ્યું છે.

ઇંટના ભઠ્ઠાઓના માલિકો બિન્દાસ્ત રીતે જોખમી કેમિકલનો ઉપયોગ કરી જળ, જમીન અને વાયુમાં પ્રદુષણ ફેલાવી માનવ જીવન માટે ખતરો બન્યા છે.

સત્યડે ની ટીમે સ્થળ ઉપર જઈને કવરેજ કરતા ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા.

એક વાત ફરી રિપીટ કરીશુ કે અગાઉ 2015માં જીપીસીબીએ ક્લોઝરનો ઓર્ડર કર્યો હોવાછતાં કેમ બધું બેરોકટોક ચાલી રહ્યું છે અને તેની તપાસ કોણ કરશે? ભૂસ્તર વિભાગની કોઈ પરવાનગી વગર માટીખનન અને આસપાસના વાતાવરણને પણ પ્રદૂષણયુક્ત કરી રહ્યા હોવાછતાં પ્રદુષણ વિભાગે પણ આંખો બંધ કરી લેતા આ વિભાગો પણ શંકાના દાયરામાં આવી ગયા છે અને સત્યડે આવા તત્વોને જાહેરમાં ખુલ્લા પાડશે.