સુરત માં કોરોના એ હાહાકાર મચાવી દીધો છે,મૃતદેહો માટે અને દર્દીઓ માટે જગ્યાઓ ખૂટી પડી છે તેવે સમયે સિવિલના 400 રેસિડન્ટ તબીબોએ કોવિડ વોર્ડમાં સારવાર ન કરવાનો નિર્ણય કરતા તંત્ર માં ભારે દોડધામ મચી છે. તબીબો નું કહેવું છે કે કોરોનાને તેઓ ઉપર કામ નું ભારણ વધી ગયું છે જેથી નોન કોવિડ ઓપીડીની કામગીરી બંધ કરવામાં નહીં આવે તો આજથી કોવિડ ડ્યુટીથી અળગા થઈ જવાનું નક્કી કર્યું છે અને કોવિડ ડ્યુટી કરવા માટે રૂ. 25 હજાર વધારા ના વેતન આપવા પણ માંગ કરી છે. જોકે,આ બાબતે સિવિલ મેડિકલ કોલેજ વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે જાણ કરી દીધી છે.
કોવિડ અને નોન કોવિડ બંને પ્રકારના દર્દીઓની સારવાર કરી રહેલા રેસિડન્ટ ડોક્ટરોનું કહેવું છે કે બંને પ્રકારની ડ્યુટીથી અમારું કામનું ભારણ વધ્યું છે. નોન કોવિડ ઓપીડી તાત્કાલિક બંધ થવી જોઈએ.
સિવિલમાં આવેલી કોવિડ હોસ્પિટલ ફૂલ થઇ ગઇ છે, જ્યારે સિવિલની બિલ્ડીંગમાં પણ માત્ર 183 બેડ બાકી છે. કિડની હોસ્પિટલમાં કોરોનાની OPD શરૂ કરી છે તેમજ વલસાડથી 16 રેસિડન્ટ તબીબ બોલાવાયા છે.
આમ હવે રેસિડન્ટ તબીબો પણ કોરોના મહામારી માં થાક્યા છે અને નોન કોવિડ કામગીરી નહિ કરવા સાથે વધારાના વેતન ની માંગ કરી રહ્યા છે.