સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. એસવીએનઆઈટી અને ગાંધી એન્જિનિયરીંગ કોલેજમાં મતગણતરી ચાલી રહી છે. કુલ 484 ઉમેદવારો વચ્ચે ખેલાયેલા જંગમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર ચાલી રહી છે. ભાજપ હાલ 40 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે જ્યારે કોંગ્રેસ 10 બેઠક પર અને પાટીદારો અને પાસે કોંગ્રેસના હાર્દિકના પંજાનો સાથ છોડીને આમ આદમી પાર્ટીનું ઝાડું પકડ્યું હોય તેમ 18 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.વોર્ડ નંબર 14માં ભાજપની પેનલની જીત થઈ છે.વોર્ડ નંબર 13માં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે.
પાટીદારોના વોર્ડ ગણાતા વોર્ડ નંબર 2, 3, 4, 14અને 16માં આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે. લગભગ બે વાગ્યા સુધીમાં તમામ વોર્ડના પરિણામ આવી જાયતેવી શક્યતા સેવવામાં આવી રહી છે. હાલ તમામ વોર્ડના ઈવીએમને સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષીત રીતે સીલ કરી દેવામાં આવ્યાં છે અને સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરવામાં આવી છે.