સેનાના MI-17V5 હેલિકોપ્ટર અકસ્માત ની ઘટના માં CDC જનરલ બિપિન રાવત પણ શહીદ

0
99

તામિલનાડુના કુન્નુરના જંગલમાં સેનાના MI-17V5 હેલિકોપ્ટર અકસ્માત ની ઘટના માં CDC જનરલ બિપિન રાવત પણ શહીદ થયા હોવાની વાત ની પૃસ્ટિ થઈ છે તેઓ ના ધર્મપત્ની પણ શહીદ થયા છે. બીપીન રાવત ના નિધન ની વાત સામે આવતા જ શોક ની લાગણી ફેલાઇ ગઇ છે.

બિપિન રાવતનો જન્મ 16 માર્ચ 1958માં ઉત્તરાખંડના પૌડીમાં એક ગઢવાલી રાજપૂત પરિવારમાં થયો હતો. તેઓ 1978માં ભારતીય લશ્કર માં જોડાયા હતા.
ત્યારબાદ 2011માં ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટીથી મિલિટરી મીડિયા સ્ટડીઝમાં પીએચડી કર્યુ હતું.
બિપિન રાવત યુદ્ધ કળા માં ખુબજ પારંગત હતા અને લડાઈ દરમ્યાન ઊચાઈ પર યુદ્ધ લડવા તેમજ વળતો જવાબ આપવાની કાર્યવાહીના એક્સપર્ટ મનાતા હતા.
વર્ષ 2016માં ઉરી સેનાના કેમ્પ પર થયેલા આતંકી હુમલા બાદ આર્મી ચીફ જનરલ બિપિન રાવતના નેતૃત્વમાં 29 સપ્ટેમ્બર 2016માં પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ ઉપર સર્જિકલ સ્ટ્રાઈક થઈ હતી જેમાં બિપિન રાવતે ટ્રેન્ડ પેરા કમાન્ડોના માધ્યમથી હુમલા કર્યા હતા.
આર્મી સર્વિસ દરમિયાન તેઓ એ એલઓસી, ચીન બોર્ડર અને નોર્થ-ઈસ્ટમાં ઘણો લાંબો સમય પસાર કર્યો હતો.
બિપિન રાવતે કાશ્મીર ખીણમાં નેશનલ રાઈફલ્સમાં બ્રિગેડિયર અને ત્યારબાદ મેજર જનરલ તરીકે ડિફેન્સ ડિવિઝનની કમાન સંભાળી હતી. સાઉથ કમાન્ડની કમાન સંભાળતાં તેઓએ પાકિસ્તાનથી પશ્ચિમી સીમા પર મિકેનાઈઝ્ડ- વોરફેર સાથે એરફોર્સ અને નેવી ની વ્યૂહરચના ગોઠવી હતી.
તેઓ ચીનની બોર્ડર પર બિપિન રાવત કર્નલ તરીકે ઈન્ફેન્ટ્રી બટાલિયનની કમાન સંભાળી ચૂક્યા હતા.
બિપિન રાવતને ઈન્ડિયન મિલિટરી એકેડમી (IMA)માં સ્વોર્ડ ઓફ ઓનરથી નવાજવામાં આવે છે.
રાવતના ચીફ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ સાથે ભારતીય સેનાના 27મા સેનાધ્યક્ષ તરીકે પણ કાર્ય કરી ચૂક્યા છે.
બિપિન રાવતે અમેરિકાના ફોર્ટ લીવએનવર્થથી કમાન અને જનરલ સ્ટાફ વિષયનો અભ્યાસ કર્યો હતો. સેનામાં તેમના લાંબા કરિયર દરમિયાન જનરલ રાવત સેનાના પૂર્વી સેક્ટરમાં લાઈન ઓફ કંટ્રોલ પર આર્મીની એક બટાલિયનનું નેતૃત્વ કરી ચૂક્યા હતા. તે સાથે જ કાશ્મીર અને પૂર્વોત્તરમાં પણ સેનાની કમાન સંભાળી હતી.
રાષ્ટ્રીય રક્ષા એકેડમિ અને ભારતીય સૈન્ય એકેડમીના પૂર્વ વિદ્યાર્થી રાવત ડિસેમ્બર 1978માં સેનામાં સામેલ થયા હતા. તેમણે સેકન્ડ સેફ્ટિનન્ટ સાથે આર્મીની શરૂઆત કરી હતી અને અત્યારે સીડીએસ જનરલ તરીકે સેવા આપતા હતા. તેમણે ચાર દાયકાની સેવા દરમિયાન, રાવતે એક બ્રિગેડ કમાન્ડર, જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ, જનરલ સ્ટાફ ઓફિસર ગ્રેડ-2 તરીકે પણ કામ કર્યું હતું. તેઓ સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેનાનો પણ હિસ્સો રહ્યા હતા.